હૈદરાબાદ : બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના 58 માં જન્મદિવસ પર બી-ટાઉન અને તેમના ચાહકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આજે 2 નવેમ્બરનો દિવસ શાહરૂખ ખાન અને તેના ચાહકો માટે અને તેનાથી પણ વધુ ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલી માટે ખૂબ જ ખાસ છે. શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરના રોજ પોતાનો 58 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર શાહરૂખને તેમના ચાહકો અને કો-સ્ટાર્સ તરફથી જન્મદિવસના અભિનંદન મળી રહ્યા છે. ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલીએ પણ શાહરૂખ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એટલીએ તેના 'જવાન' સુપરસ્ટારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ફિલ્મ જવાનના સેટ પરથી તેમની સાથેની એક અનદેખી તસવીર શેર કરી હતી.
એટલીએ ફિલ્મ જવાનના સેટ પર શાહરુખ ખાનના પાત્ર વિક્રમ રાઠોડ સાથે પોતાની એક સ્ટાઈલીસ તસવીર શેર કરીને શાહરુખને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. એટલીએ આ સાથે લખ્યું હતું કે, મારા સૌથી પ્રિય શાહરૂખ સરને જન્મદિવસની શુભકામનાઓ, લવ યુ સર. આ તસવીરમાં શાહરૂખ ખાન અને એટલી જવાનના સેટ પર છે અને ડેશિંગ લુકમાં દેખાઈ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, એટલીએ પહેલીવાર શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. એટલીએ માત્ર 300 કરોડના બજેટમાં જવાન ફિલ્મ બનાવ્યું છે. આ ફિલ્મને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પ્રોડ્યુસ કરી હતી. એટલી તેમના કામથી ફિલ્મને સફળ બનાવી અને શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ફિલ્મ જવાનથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ હતી.
શાહરૂખ ખાનના જન્મદિવસ પર મધ્યરાત્રિએ OTT પ્લેટફોર્મ Netflix પર ફિલ્મ જવાન સ્ટ્રીમ કરવામાં આવી હતી. તે જ સમયે શાહરૂખ ખાને તેના જન્મદિવસ પર તેની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ડંકી'નું ટીઝર પણ રિલીઝ કર્યું છે. નીચે આપેલ લિંકમાં ડંકીનું ટીઝર જુઓ….
'ડંકી'નું ટીઝર રિલીઝ