ETV Bharat / bharat

Mehbooba Mufti: જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી વિપક્ષી એકતાની બેઠક માટે પટના પહોંચ્યા - former CM Mehbooba Mufti

પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાવાની છે અને તેમાં ભાગ લેવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ આવવા લાગ્યા છે. પટના પહોંચનાર પ્રથમ નેતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી છે, જેઓ આજે ખાસ વિમાન દ્વારા પટના પહોંચ્યા છે.બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર દ્વારા 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા બનાવવાના પ્રયાસમાં બેઠક બોલાવવામાં આવી છે.

jammu Kashmir former CM Mehbooba Mufti reached Patna for opposition unity meeting

author img

By

Published : Jun 22, 2023, 3:54 PM IST

પટના: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકિય નેતાઓ ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે બિહારની રાજધાની પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં હાજરી આપતા પહેલા મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી આજે ખાસ વિમાનમાં પટના આવ્યા હતા. પટના એરપોર્ટથી સીધા સ્ટેટ ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે વિપક્ષી એકતા માટે પટના આવી રહેલા મોટાભાગના નેતાઓ ખાસ વિમાન દ્વારા પટના આવી રહ્યા છે. આજે ખુદ કેજરીવાલ, મમતા બેનર્જી, ભગવંત માન સીતારામ યેચુરી, ડી રાજા સહિતના નેતાઓ પટના આવવાના છે. મમતા બેનર્જી આજે લાલુ યાદવને પણ મળશે.

પટનામાં વિપક્ષની બેઠકઃ હકીકતમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પહેલ પર વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અંતર્ગત 23 જૂને પટનામાં વિપક્ષની બેઠક યોજાશે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, હેમંત સોરેન, ભગવંત માન, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમકે સ્ટાલિન, સીતારામ યેચુરી અને ડી રાજા સહિત 18 થી વધુ પક્ષોના મોટા નેતાઓ હાજરી આપે તેવી સંભાવના છે.

એકતા બનાવવા બેઠક: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ અહીં એરપોર્ટ પર પત્રકારોના પ્રશ્નો લીધા ન હતા. મળતી વિગતો અનુસાર તારીખ 23 જૂને બિહારના મુખ્યપ્રધાન અને JD(U)ના સુપ્રીમો નીતીશ કુમાર દ્વારા 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા બનાવવાના પ્રયાસમાં બેઠક બોલાવવામાં આવી હતી.લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષમાં હિલચાલ જોવા મળી રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ સતત રાજકારણમાં હિલચાલ જોવા મળી રહી છે.

  1. લાલુ પ્રસાદને આજે મળશે જેલમાંથી રાહત, RJD સુપ્રીમો હવે પટના ક્યારે પરત ફરશે...
  2. Bihar Politics: જીતનરામ માંઝી અમિત શાહને મળ્યા, સવાલ- NDAમાં જોડાયા?
  3. Opposition Unity Meeting: 'વિપક્ષની બેઠકમાં કેન્દ્ર સરકારના વટહુકમ પર ચર્ચા થવી જોઈએ', સીએમ કેજરીવાલની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.