- જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) અવંતિપોરાના પમ્પોર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
- સુરક્ષા બળોએ (Security forces) 2 આતંકવાદીઓને (Terrorist) ઠાર માર્યા
- જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી, અત્યારે ઠાર મરાયેલા આતંકવાદીની ઓળખ નથી થઈ શકી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના પમ્પોર વિસ્તારમાં સુરક્ષા બળોએ અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે, હજી પણ અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. જોકે, અત્યારે ઠાર મરાયેલા આતંકવાદીની ઓળખ નથી થઈ શકી.
આ પણ વાંચો- જમ્મુ -કશ્મીર: CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, એક જવાન ઇજાગ્રસ્ત
ગઈકાલે રાત્રે પોલીસ અને સુરક્ષા બળના જવાનોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા
ગઈકાલે રાત્રે પોલીસ અને સુરક્ષા બળના જવાનોએ કેટલાક આતંકવાદીઓને (Terrorists) ઘેરી લીધા હતા. ત્યારબાદ બંને તરફથી ગોળીબારી (Firing) શરૂ થઈ ગઈ હતી. આ પહેલા આતંકવાદીઓએ (Terrorists) શ્રીનગરમાં સુરક્ષા બળોના વાહનો (Security forces vehicles) પર ગ્રેનેડ હુમલો (Grenade attack) કર્યો હતો, જેમાં 2 પોલીસકર્મીઓ સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
આ પણ વાંચો- J-K: ડોડો જિલ્લાના ટાંટા જંગલમાં આતંકવાદીના ઠેકાણા નષ્ટ કરવામાં આવ્યા
રાત્રે 9.20 વાગ્યે સુરક્ષા બળોના વાહનો પર ગ્રેનેડ હુમલો થયો
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ જૂના શહેરના સરાફ કદલમાં રાત્રે લગભગ 9.20 વાગ્યે સુરક્ષા બળોના વાહનો પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઘટનામાં 2 પોલીસકર્મી અને એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમની હાલત સ્થિર છે.