ETV Bharat / bharat

જામિયાના વાઇસ ચાન્સેલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત - Jamia Vice Chancellor Meets PM Modi

જામિયાના વાઈસ ચાન્સેલર પ્રોફેસર નજમા અખ્તરે (Jamia Vice Chancellor Meets PM Modi) કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીમાં મેડિકલ કૉલેજની સ્થાપના માટે ફરીથી સંમતિ વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેને શરૂ કરવામાં આવશે.

જામિયાના વાઇસ ચાન્સેલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

author img

By

Published : Feb 4, 2022, 9:31 AM IST

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઈસ્લામિયાના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નજમા અખ્તર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Jamia Vice Chancellor Meets PM Modi) મળ્યા હતા. બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ જામિયાના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નજમા અખ્તરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી યુનિવર્સિટીમાં મેડિકલ કોલેજની સ્થાપના માટે પોતાની સંમતિ દર્શાવી છે અને આશા વ્યક્ત કરી છે કે તે તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવશે.

જામિયાના વાઇસ ચાન્સેલરે PM સાથે મુલાકાત કરી

આ પણ વાંચો: સંમેલનમાં 5 દેશોના પ્રમુખ થયાં શામેલ, ભારતના વિઝનમાં મધ્ય એશિયા વિશે બોલ્યા PM મોદી

PM મોદીએ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી

વડાપ્રધાને ફરી એકવાર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ દરમિયાન, જામિયાના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ શતાબ્દી વર્ષમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા હતી, પરંતુ સંક્રમણના કારણે તે થઈ શક્યું નહીં.

આ પણ વાંચો: મણિપુરને 22 પ્રોજેક્ટ્સ ભેટમાં, PM મોદીએ કહ્યું, નવી દિલ્હીને પૂર્વોત્તરના ઘર સુધી લાવ્યું

PM મોદીએ પ્રોફેસર નજમા અખ્તરને સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા

બે વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જામિયાના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નજમા અખ્તરની આ બીજી મુલાકાત છે. વાઈસ ચાન્સેલરે જણાવ્યું હકું કે, એ જોઈને આનંદ થયો કે વડાપ્રધાન NAAC દ્વારા A++ સહિત યુનિવર્સિટીની અન્ય સિદ્ધિઓ વિશે જાગૃત છે. તેમણે કહ્યું કે અમારા માટે તે ખૂબ જ પ્રોત્સાહક છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં યુનિવર્સિટીના સારા પ્રદર્શનથી વડાપ્રધાન ખુશ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોફેસર નજમા અખ્તરને સિદ્ધિઓ બદલ અભિનંદન (PM Modi congratulated Najma Akhtar on her achievements) પાઠવ્યા હતા અને યુનિવર્સિટીને નવી ઊંચાઈએ લઈ જવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રોફેસર અખ્તરે બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.