ETV Bharat / bharat

જામિયાના પ્રોફેસર ડો. નબીલાનું કોરોનાના કારણે નિધન

દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં જેન્ડર સ્ટડીઝના પ્રોફેસર ડો. નબીલા સાદિક અને તેની માતાનું 10 દિવસમાં જ મોત નીપજ્યું હતું. 3મેના રોજ તેમણે પોતે ટ્વિટ કરીને હોસ્પિટલમાં બેડ માટે વિનંતી કરી હતી. ડો.નબીલાના પરિવારજનો તેમને ઘણી હોસ્પિટલોમાં લઈ ગયા હતા, પરંતુ મુશ્કેલીથી તેને ઘરથી 30 કિલોમીટર દૂર ઓખલાની ખાનગી હોસ્પિટલમાં બેડ મળ્યો હતો.

જામિયાના પ્રોફેસર ડો. નબીલાનું નિધન
જામિયાના પ્રોફેસર ડો. નબીલાનું નિધન
author img

By

Published : May 20, 2021, 10:43 AM IST

  • પ્રોફેસર ડો. નબિલા સાદિક અને તેમની માતા બન્નેની 10 દિવસમાં જ મૃત્યુ થયું છે
  • 13 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા પછી સોમવારે મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું
  • ટ્વીટ ડો.નબીલાએ પોતાના માટે હોસ્પિટલમાં બેડની વિનંતી કરતી વખતે કર્યું હતું

ન્યુ દિલ્હીઃ દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં જેન્ડર સ્ટડીઝની પ્રોફેસર ડો. નબિલા સાદિક અને તેમની માતા બન્નેની 10 દિવસમાં જ મૃત્યુ થયું છે. 3મેના રોજ, તેમણે પોતે ટ્વિટ કરીને હોસ્પિટલમાં બેડ માટે વિનંતી કરી હતી. તેને ખૂબ જ મુશ્કેલી સાથે પલંગ મળી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેના ફેફસામાં સંક્રમણ ફેલાઈ ગયું હતું. 13 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા પછી સોમવારે મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ વાડલા ગામે કોરોના સંક્રમણે સર્જી કરુંણાકિતા, ત્રણ સંતાનોએ માતા- પિતાની છત્રછાયા ગુમાવી

7મેના રોજ ડો. મોહમ્મદ સાદિકના પત્નિ નુઝહતનું મોત થયું

જેએનયૂમાં ભણાવનાર 86 વર્ષિય ડો. મોહમ્મદ સાદિક, પત્નિ અને યુવાન પુત્રીના દુ:ખમાં તૂટી ગયો છે. જ્યારે તેઓ તેને મળવા આવ્યા ત્યારે તેઓ તેમની પત્નિ અને પુત્રીના ફોટો બતાવવા લાગ્યા હતા. તેની પુત્રી અને પત્નિ બન્ને હવે આ દુનિયામાં નથી. 7મેના રોજ તેની પત્નિ નુઝહતનું મોત થયું અને બે દિવસ પહેલા જ પુત્રીનું મૃત્યુ થયું હતું. ડો. મોહમ્મદ સાદિક અહમદ કહે છે કે, 'પત્નિના અવસાન પછી મેં વિચાર્યું હતું કે, પુત્રી નબીલાના સહારે જીવન જીવી લઇશ અને હવે તેની પણ ખાલી યાદો જ રહી ગઇ છે.'

ઘરથી 30 કિલોમીટર દૂર ઓખલાની ખાનગી હોસ્પિટલમાં બેડ મળ્યો હતો

આ ટ્વીટ ડો.નબીલાએ પોતાના માટે હોસ્પિટલમાં બેડની વિનંતી કરતી વખતે કર્યું હતું. ડો.નબીલાના પરિવારજનો તેમને ઘણી હોસ્પિટલોમાં લઈ ગયા હતા, પરંતુ મુશ્કેલીથી તેને ઘરથી 30 કિલોમીટર દૂર ઓખલાની ખાનગી હોસ્પિટલમાં બેડ મળ્યો હતો.

જામિયાના પ્રોફેસર ડો. નબીલાનું નિધન
જામિયાના પ્રોફેસર ડો. નબીલાનું નિધન

ઘણી મુશ્કેલીથી ફરીદાબાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર મળ્યું હતું

ડો. મોહમ્મદ સાદિકે કહ્યું હતું કે, 'ત્રણ હોસ્પિટલોએ ના પાડી અને કહ્યું બેડ નથી, પછી કાલિંદિમાં બેડ મળ્યો હતો. જો તેને યોગ્ય સમયે સારવાર મળી હોત તો બચી જવાની આશા હતી. ડો.નબીલાના સાથીઓનું કહેવું છે કે, તેમને ઘણી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણી મુશ્કેલીથી ફરીદાબાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર મળ્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 67 દર્દીઓના મોત

નબીલા કોરોનાથી નહીં પરંતું સિસ્ટમથી હારી ગઈ

જામિયાના પ્રોફેસર ડો.ઇરફાન કુરૈશી કહે છે કે, "તેણે કાલિંદીમાં લઇ ગયા હતા અને પછી તેને અલ શિફામાં રાખી હતી. ત્યારબાદ બીજી હોસ્પિટલમાં જવાનું કહ્યું." વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને એવું લાગે છે કે, જાણે તેમની માતાનું નિધન થયું હોય. ડો.નબીલાના કેસ વિદ્યાર્થી વકારે કહ્યું હતું કે, 'અમને લાગે છે કે, અમારી માતા ગઇ, એ ખૂબ સારી હતી. પરંતુ બાળકને સમજાવવું મુશ્કેલ છે કે, નબીલા કોરોનાથી નહીં પરંતું સિસ્ટમથી હારી ગઈ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.