નવી દિલ્હીઃ જહાંગીરપુરી હિંસા (Jahangirpuri violence) કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. આ 2 આરોપીઓની ધરપકડ (2 more accused arrested Jahangirpuri violence)સાથે જ જહાંગીરપુરી હિંસા કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ હિંસા પહેલા તલવારો (Jahangirpuri sward distribution) વહેંચી હતી, સાખે જ જહાંગીરપુરી હિંસામાં લોકોને ઉશ્કેર્યા પણ હતા.
જહાંગીરપુરી હિંસાને હવે લગભગ 20 દિવસ થવા જઈ રહ્યા છે. જહાંગીરપુરીમાં વાતાવરણ પણ સામાન્ય થઈ રહ્યું છે. પોલીસ (Delhi Police on Jahangirpuri incident ) તપાસનો ધમધમાટ આગળ ધપાવીને સતત ધરપકડ કરી રહી છે. હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અન્ય 2 લોકોની ધરપકડ કરી છે, જેઓ જહાંગીરપુરીના રહેવાસી છે. આરોપ છે કે, તેમણે હિંસા પહેલા લોકોને તલવારો વહેંચી હતી, જેથી મામલો વધીને હિંસક સ્વરૂપ ધારણ કરી શકે.
આ પણ વાંચો: ધોની કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર, જૂઓ પોઈન્ટ ટેબલમાં કયા ક્રમે
ધરપકડ કરાયેલા 2 આરોપીઓમાંથી એકનું નામ યુનુસ છે, બીજાનું નામ સલીમ છે. હાલ પોલીસની સતત પૂછપરછ ચાલી રહી છે અને અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ થઈ શકે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.