- ટાંટા જંગલમાં સર્ચ આપરેશન
- આતંકવાદી ઠેકાણાને કરવામાં આવ્યુ નષ્ટ
- ગોળા-બારૂદ સહિત દસ્તાવેજ મળી આવ્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસએ ડોડો જિલ્લાના ટાંટા જંગલમાં એક આંતકવાદી ઠેકાણાને નષ્ટ કરીને મોટી માત્રમાં હથિયાર અને ગોળા-બારૂદ જપ્ત કર્યો છે. આ જાણકારી પોલીસ અધિકારીએ આપી છે.
ગુપ્ત માહિતીને આધારે કાર્યવાહી
અધિકારીએ જણાવ્યું કે, એક ગુપ્ત સુચના પર કાર્યવાહી કરતા વિશેષ અભિયાન સમુહ (SOG) અને અન્ય સુરક્ષાબળની એક સંયુક્ત ટીમે કહારા ગામના ટાંટા વન ક્ષેત્રમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતુ અને હથિયારનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પગે લાગ્યા
દસ્તાવેજ પણ મળી આવ્યા
ડોડાના પ્રભારી વરિષ્ઠ પોલીસ અધિરક્ષક અબ્દુલ કયૂમએ જણાવ્યું કે, તેમની ટીમએ ટાંટા જંગલમાં આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યુ છે અને હથિયાર સહિત ગોળાબારૂદ જપ્ત કર્યો છે. આ દરમિયાન પોલીસને કેટલાક દસ્તાવેજ પણ મળી આવ્યા છે. તપાસ કરી રહી છે.