ETV Bharat / bharat

Jammu Kashmir In Encounter : કુલગામમાં ઘર્ષણ, બે આતંકવાદીઓને કરાયા ઠાર - defence Operation

અમરનાથ યાત્રા (Amarnath Yatra) શરૂ થાય એ પહેલા ફાયરિંગ(Jammu Kashmir In Encounter) થયું હોય એવી બીજી ઘટના સામે આવી છે. એક બાજું અમરનાથી યાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, તેવામાં ફાયરિંગની ઘટનાથી શાંતિ જોખમાય એવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. કુલગામમાં થયેલા ફાયરિંગમાં બે ત્રાસવાદીઓને ભારતીય સૈનિકો દ્વારા ઠાર(Two terrorists shot dead) મારવામાં આવ્યા છે.

Jammu Kashmir In Encounter
Jammu Kashmir In Encounter
author img

By

Published : May 8, 2022, 5:32 PM IST

જમ્મુ અને કાશ્મિર : ભારતીય સૈન્યએ કુલગામમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીને(Jammu Kashmir In Encounter) ઠાર મારવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના ઈન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે એક ટ્વીટ કર્યું હતું કે, લશ્કરે એ તોએબાનો (Lashkar-e-Toiba) એક આતંકવાદી (Terrorists) હૈદર અને એક સ્થાનિક આતંકીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં ફસાયા હતા. હૈદર ઉત્તર કાશ્મીરમાં બે વર્ષથી વધુ સમય સુધી સક્રિય રહ્યો હતો. આ સિવાય આતંકી અન્ય ગુનાઓમાં પણ તે સામિલ હતો. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના દેવસરમાં આતંકીઓ અને સૈન્યના જવાનો વચ્ચે ફાયરિંગ (Firing against Militants) થયું હતું. આ ઑપરેશન (defence Operation) લાંબ સમય સુધી ચાલ્યું હતું.

આ પણ વાંચો - Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

બે આતંકવાદીઓને ઠાર કરાયા - કાશ્મીર પોલીસ IG વિજય કુમારના જણાવ્યા અનુસાર, સતત ફાયરિંગ કરતા આતંકીમાં એક પાકિસ્તાનનો હતો. આતંકી સંગઠન લશ્કર એ તોએબાના આતંકવાદી હૈદરના મૂળ પાકિસ્તાનમાં હતા. આ સિવાય એક સ્થાનિક પણ આતંકવાદીનો સાથ આપી રહ્યો હતો અને સૈન્ય સામેના ઘર્ષણમાં અટવાયો હતો. પોલીસે એવું પણ ઉમેર્યું કે, બાંદીપોરાથી શ્રીનગર સુધી આતંકવાદીઓના આવનજાવન સંબંધીત એક ખાસ ઈનપુટ મળ્યા હતા. જેના આધારે પોલીસ, સૈન્યના જવાનો તથા CRPFની ટુકડી વુલર સહુલીયત અરાગમન પાસે એક સંયુક્ત ચોકી ઊભી કરવામાં આવી છે. પગપાળા કરીને જનારા અને વાહનચાલકોની તપાસ દરમિયાન બે વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી. જેઓ અલ્ટો કારમાં આવ્યા હતા. પોસ્ટ પર ચેકિંગ જોઈને બંન્નેએ પોતાની ઓળખ છુપાવવા માટે પ્રયાસ કર્યા હતા. જ્યારે તેમની વધારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે પોસ્ટ તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને અંતે પકડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - જમ્મુ કાશ્મીરમાં આ રીતે બસ પર કરવામાં આવ્યો આતંકી હુમલો, જૂઓ CCTV ફૂટેજ

મોટી સંખ્યામાં હથીયારો જપ્ત કરાયા - પકડાયેલા બંન્ને આતંકીઓની ઓળખ આબિદ અલી અને ફૈસલ હસન તરીકે થઈ છે. આ બંન્ને વ્યક્તિઓ હરપોરા આચન પુલાવામાંના રહેવાસી છે. જ્યારે બંન્ને કારમાં જઈ રહ્યા હતા, ત્યારે એમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન કેટલીક વાંધાજનક સામગ્રી, હથિયાર અને વિસ્ફોટકો મળાઈ આવ્યા હતા. જ્યારે હથિયારોમાં AK 47 રાયફલ, બે મેગઝિન, 30 કારતુસ, એક પિસ્તોલ અને ચાર મેગેઝિન મળી આવી હતી. જે આતંકી માર્યો ગયો છે એનું નામ શાહબાઝ શાહ હોવાનું જાણવા મળે છે. સર્ચ ઑપરેશન દરમિયાન બે આતંકીઓ ભાગવાના પ્લાનમાં હતા, તેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.