શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના (Pahalgam Encounter) પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ (Encounter breaks out in Pahalgam forest area of Anantnag ) થયું છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, અનંતનાગના બટકુટ પહલગામ વિસ્તારની (Encounter in Pahalgam woods) પૂર્વમાં સરચંદ ટોપ (વન વિસ્તાર) ખાતે એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સેના કામે લાગી છે.
આ પણ વાંચો: JITO Connect 2022: જીટો કનેક્ટમાં વડાપ્રધાને કહી મહત્વની વાત...
ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન: પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી આ એન્કાઉન્ટર થયું. સુરક્ષા દળો જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા તે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ ગોળીબાર હેઠળ આવ્યા અને અથડામણ શરૂ થઈ.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ અંગે નિવેદન આપવું ભાજપના આ નેતાને પડ્યું ભારે