ETV Bharat / bharat

ITBP ભરતી 2022: નોકરી મેળવવા માટે ઓલાઈન અરજી શરૂ, 81000નો પગાર મળશે - Recruitment 2022 Govt Jobs

ITBP એ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત આજથી એટલે કે, 1 નવેમ્બરથી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

Etv BharatITBP ભરતી 2022: નોકરી મેળવવા માટે ઓલાઈન અરજી કરો, 293 જગ્યા ખાલી

author img

By

Published : Nov 2, 2022, 9:19 AM IST

ન્યૂઝ ડેસ્ક: શું આપ નોકરીની શોધમાં છો. આપને નોકરી જોઈએ છે, તો આ તમારા માટે ખૂશીના સમાચાર આવ્યા છે. નોકરી મેળવવા માટેની આ ઉત્તમ તક છે. ITBP (ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ) એ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. 1 નવેમ્બરથી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી માટેની અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર મુકવામાંં આવી રહી છે. ઉમેદવારોને અરજી કરવા માટેની માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર સુધી છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા: આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 293 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેમાં હેડ કોન્સ્ટેબલની 126 અને કોન્સ્ટેબલની 167 જગ્યાઓનો સમાવેશ થાય છે. 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ માહિતી ભરતીની સત્તાવાર સૂચનામાંથી જોઈ શકાય છે. હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે 18 થી 25 વર્ષ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે 18 થી 23 વર્ષની આયુ ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી ફી રૂ 100 છે. જ્યારે મહિલા ઉમેદવારો અને SC, ST કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

પગાર અને સૂચના: હવે આ ભરતી પ્રક્રિયામાં પગાર કેટલો મળશે. હેડ કોન્સ્ટેબલ લેવલ 4 પે મેટ્રિક્સની પોસ્ટ પર રૂપિયા 25500 થી 81100, કોન્સ્ટેબલ લેવલ 3 પે મેટ્રિક્સની પોસ્ટ માટે રૂપિયા 21,700 થી 69100 મળવાપાત્ર રહેશે. આ સિવાય જો ઉમેદવારો ભરતીની સૂચના જોવા માંગતા હોય તો ITBP Constable Recruitment 2022 આ લિંક પર ક્લિક કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.