ETV Bharat / bharat

It raid in Begaluru: ભૂતપૂર્વ કૉંગ્રેસી નેતાના સંબંધીના ઘરેથી આઈટી રેડમાં 42 કરોડ રોકડા મળ્યા - આગામી દિવસોમાં ચૂંટણી

બેંગાલુરુમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક રેડ કરવામાં આવી રહી છે. જે પૈકી એક રેડમાં 42 કરોડ રુપિયા રોકડા મળી આવ્યા છે. સામે આવ્યું છે કૉંગ્રેસ કનેકશન. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

ભૂતપૂર્વ કૉંગ્રેસી નેતાના સંબંધીના ઘરેથી આઈટી રેડમાં 42 કરોડ રોકડા મળ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 1:51 PM IST

બેંગાલુરૂઃ દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. આ સાથે જ IT દ્વારા રેડનો સીલસીલો શરૂ થઈ ગયો છે. ચૂંટણીની જાહેરાત બાદ સરકાર તેમજ તંત્ર એલર્ટમોડમાં આવી ગયા છે. જાણકારી અનુસાર કર્ણાટકના બેંગાલુરુમાં ભૂતપૂર્વ કૉંગ્રેસી નેતાના સંબંધીના ઘરે IT દ્વારા રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત બેંગાલુરુમાં કોન્ટ્રાકટરો, જ્વેલર્સ અને બીબીએમપી નગરસેવકોના ઘરો પર પણ ITએ રેડ કરી છે. IT ડિપાર્ટમેન્ટને આગામી વિધાનસભા ચૂંટણી માટે ગેરકાયદેસર ફંડ એકત્ર થઈ રહ્યું હોવાના સમાચાર મળ્યા હતા.

ITને મળી મોટી સફળતાઃ શંકાના આધારે IT ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરવામાં આવી. જો કે આ રેડમાં ITને મોટી સફળતા હાથ લાગી છે. ITને રેડ દરમિયાન ભૂતપૂર્વ કૉંગ્રેસ નેતાના સંબંધીને ત્યાંથી કુલ 42 કરોડ રોકડા હાથ લાગ્યા છે. બેંગાલુરુના આરટીનગર વિસ્તારના પૂર્વ કૉંગ્રેસી કોર્પોરેટરના સંબંધીને ત્યાં રેડ થઈ હતી. જેમાં ફલેટમાં પલંગ નીચેથી નોટોના બંડલ ભરેલા અનેક ખોખા ITને મળી આવ્યા છે. આટલી રોકડ જોઈને IT ડિપાર્ટમેન્ટને પણ આશ્ચર્ય થયું. આ રોકડ રકમને કબ્જે લેવાઈ અને કૉંગ્રેસી નેતા તેમજ તેમના સંબંધીની પુછપરછ કરવામાં આવી રહી છે.

ચૂંટણીમાં કાળા નાણાંનો પ્રયોગ રોકવા રેડઃ આવનારા દિવસોમાં ભારતના રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસ ગઢ અને મિઝોરમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. IT ડિપાર્ટમેન્ટે આ ચૂંટણીઓમાં વાપરવામાં આવતા ગેરકાયદેસર ફંડિંગ અને કાળા નાણાંના ઉપયોગને અટકાવવા કમર કસી છે. તેથી જ IT દ્વારા અનેક રેડ કરવામાં આવી રહી છે. બેંગાલુરુમાં ભારે માત્રામાં રોકડ રકમની બાતમી ITને બાતમી મળી હતી. IT ડિપાર્ટમેન્ટે માત્ર શંકાને આધારે રેડ કરી હતી જેમાં ITને મોટી સફળતા હાથ લાગી છે. બેંગાલુરુમાં કોન્ટ્રાકટરો, જ્વેલર્સ અને બીબીએમપી નગરસેવકોના ઘરો પર પણ રેડ કરવામાં આવી છે. જેમાં આરટીનગર વિસ્તારના પૂર્વ કૉંગ્રેસી કોર્પોરેટરના સંબંધીને ત્યાં રેડ કરવામાં IT ડિપાર્ટમેન્ટને કુલ 42 કરોડ રુપિયા હાથ લાગ્યા છે.

  1. Umar General IT Red: ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘરે આઈટી અધિકારીઓએ 100 કરોડ રૂપિયાના ચોપડે ન નોંધાયેલા વ્યવહારો પણ શોધી કાઢ્યા
  2. Bhavnagar Incometax Raid: ભાવનગરમાં 10થી વધુ સ્થળોએ IT વિભાગના દરોડા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.