ETV Bharat / bharat

Chandrayan-3: ચંદ્રયાન-3 લેન્ડરનું મોટું પરીક્ષણ સફળ, જૂનમાં લોન્ચ થવાની છે શક્યતા - Chandrayan 3

ઈસરોએ જણાવ્યું હતું કે અવકાશ વાતાવરણમાં ઉપગ્રહ ઉપ-સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવા માટે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દ્વારા, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્તરો સાથે ઉપગ્રહની સુસંગતતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

Chandrayan-3: ચંદ્રયાન-3 લેન્ડરનું મોટું પરીક્ષણ સફળ, જૂનમાં લોન્ચ થવાની છે શક્યતા

author img

By

Published : Feb 20, 2023, 9:05 AM IST

નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તરફથી રવિવારે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ઈસરોએ જણાવ્યું કે, 'ચંદ્રયાન-3'ના 'લેન્ડર'નું એક મોટું પરીક્ષણ સફળ રહ્યું છે. લેન્ડરનું 'ઈલેક્ટ્રો-મેગ્નેટિક ઈન્ટરફરન્સ/ઈલેક્ટ્રો-મેગ્નેટિક કોમ્પેટિબિલિટી' (EMI/EMC) પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ પરીક્ષણ યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Super Night Camera : 50MP સુપર નાઈટ કેમેરા સાથે Vivoએ 5G મોબાઈલ ભારતમાં લોન્ચ કર્યો

EMI-EMC ટેસ્ટ શું છે?: EMI-EMC પરીક્ષણ ઉપગ્રહ મિશન માટે અવકાશ વાતાવરણમાં ઉપગ્રહ સબસિસ્ટમની કાર્યક્ષમતા અને અપેક્ષિત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્તરો સાથે તેમની સુસંગતતાની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે. ઈસરોએ જણાવ્યું હતું કે, અવકાશ વાતાવરણમાં ઉપગ્રહ ઉપ-સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવા માટે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દ્વારા, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્તરો સાથે ઉપગ્રહની સુસંગતતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. EMI/EMC ટેસ્ટ પાસ કરવી એ એક મોટી વાત છે.

આ પણ વાંચો: ChatGPT powered Bing: ChatGPT એ Microsoft Bing AI સાથે ચેટ મર્યાદા સેટ કરી

જરૂરી ઓપરેશનલ પરિમાણો પૂર્ણ: ISROએ કહ્યું કે, ચંદ્રયાન-3 લેન્ડરના EMI/EMC પરીક્ષણ દરમિયાન તેણે તમામ જરૂરી ઓપરેશનલ પરિમાણોને પૂર્ણ કર્યા છે. સિસ્ટમોની કામગીરી સંતોષકારક રહી. તે ચંદ્રયાન-2નું ફોલો-અપ મિશન છે. અગાઉ 2019 માં, ચંદ્રયાન-2 દ્વારા ચંદ્રની સપાટી પર રોવરને લેન્ડ કરવાનો ભારતનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો જ્યારે તે ક્રેશ થયો હતો. ચંદ્રયાન-3 જૂનમાં લોન્ચ થવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.