- શ્રીહરિકોટા ખાતેથી PSLV-C 51નું સફળ પ્રક્ષેપણ કરી ISROએ રચ્યો ઇતિહાસ
- શ્રીહરિકોટા ખાતેથી ISRO દ્વારા PSLV-C 51નું પ્રક્ષેપણ કર્યું
- બ્રાઝીલ દ્વારા ડિઝાઇન અને ઇન્ટિગ્રેટેડ પહેલા ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ
અમરાવતી : આધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ISRO દ્વારા PSLV-C 51નું પ્રક્ષેપણ કરીને ઇતિહાસ રચ્યો છે. ISROએ 25 કલાક પહેલા આ અંગે કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. PSLV-C 51 વિવિધ હેતુ સાથે ઐતિહાસિક પ્રક્ષેપણ કર્યું હતું. આ સફળ પ્રક્ષેપણ બાદ ISROના પ્રમુખ સિવને જણાવ્યું હતું કે, બ્રાઝીલ દ્વારા ડિઝાઇન અને ઇન્ટિગ્રેટેડ પહેલા ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરવાના કારણે ISRO જાણીતું છે. આ સાથે બ્રાઝીલની ટીમને મિશનની સફળતા બદલ શુભકામના આપી હતી. ઉપગ્રહની પરિસ્થિતિ અંગે સિવને જણાવ્યું હતું કે, પ્રક્ષેપિત ઉપગ્રહ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યો છે. આ સાથે તેમને ઉપગ્રહ ભવિષ્યમાં સારી રીતે કાર્ય કરે તેવી શુભકામના પાઠવી હતી.
બ્રાઝીલ આ ઉપગ્રહ પર લાંબા સમયથી કામ કરી રહ્યું હતું
આ પ્રસંગે બ્રાઝીલના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પ્રધાન એમસી પોન્ટેસે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બ્રાઝીલ આ ઉપગ્રહ પર લાંબા સમયથી કામ કરી રહ્યું હતું. આજનો દિવસ બ્રાઝીલની ઉપગ્રહ ઇન્ડસ્ટ્રી માટે એક નવા યુગની શરૂઆત છે. ISRO સાથે બ્રાઝીલ આવનારા સમયમાં પણ કામ કરશે. આ સાથે તેમને ISROના વૈજ્ઞાનિક અને બ્રઝીલની ટીમની કઠોર પરિશ્રમની પ્રશંસા કરી હતી.
ભારત અને બ્રાઝીલ એક સાથે કામ કરતા રહેશે
એક સમયે અવકાશ યાત્રી રહી ચૂકેલા પોન્ટેસે જણાવ્યું હતું કે, ભારત અને બ્રાઝીલ વર્તમાન સમયમાં જે કામ કરી રહ્યા છે, તેમાં આજની સફળતા બન્ને દેશોની ભાગીદારીને વધુ મજબુત કરશે. તેમને બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલાસોનારો તરફથી જણાવ્યું હતું કે, ભારત અને બ્રાઝીલ એક સાથે કામ કરતા રહેશે અને ભવિષ્યમાં પણ સફળતાના સોપાન સર કરતા રહેશે. આ પહેલા શનિવારના રોજ ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર દ્વારા જણાવ્યું હતું કે, PSLV-C 51નું PSLV 53મુ મિશન છે. આ રોકેટના માધ્યમથી બ્રાઝીલના અમેઝોનિયા-1 ઉપગ્રહ સાથે 18 અન્ય ઉપગ્રહનું અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરવામાં આવશે. PSLV(પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ) C 51/ અમેઝોનિયા-1 એ ISROના કમર્શિયલ એકમ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ(NSIL)નું પ્રથમ સમર્પિત કમર્શિયલ મિશન છે.
અમેઝોન વિસ્તારમાં વનોના નિકંદન અંગેની દેખરેખ રાખશે
અમેઝોનિયા-1 અંગે ISROએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઉપગ્રહ અમેઝોન વિસ્તારમાં વનોનું નિકંદનની દેખરેખ અને બ્રાઝીલમાં વિવિધ કૃષિના વિશ્લેશન માટેના ઉપયોગકર્તાઓ માટે રિમોટ સેન્સિંગ ડેટા આપવા તથા વર્તમાન સિસ્ટમને મજબુત બનાવશે.