- લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરવામાં આવશે હેરોન ડ્રોન
- ઇઝરાઇલે ઇમરજન્સી ખરીદી હેઠળ ભારતને સોંપ્યા ડ્રોન
- વર્તમાનમાં ઉપલબ્ધ ડ્રોન કરતા ઉચ્ચ કક્ષાના છે
નવી દિલ્હી: ઇઝરાઇલે ઇમરજન્સી ખરીદી (india emergency defence purchase) હેઠળ હેરોન ડ્રોન ભારત (heron drone india)ને સોંપ્યા છે. ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, ઉચ્ચ કક્ષાના હેરોન ડ્રોન દેશમાં આવી ચૂક્યા છે અને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં સર્વેલાન્સ (indian army surveillance in east ladakh sector) કાર્યો માટે તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ ડ઼્રોન અત્યારે ચાલું છે અને વર્તમાન યાદીમાં ઉપલબ્ધ ડ્રોન (Indian army heron drone)થી ક્યાંય વધારે ઉચ્ચ કક્ષાના છે.
સેના માટે 500 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા
આ ડ્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા સંરક્ષણ દળોને આપવામાં આવેલી કટોકટી નાણાકીય સત્તાઓ (crisis financial powers to indian army) હેઠળ હસ્તગત કરવામાં આવ્યા છે. જે હેઠળ તેઓ ઉપકરણ અને સિસ્ટમ ખરીદી શકે છે. તેમણે કહ્યું કે, ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદ (india china border conflict)ની વચ્ચે યુદ્ધ ક્ષમતાઓને મજબૂત કરવા માટે 500 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય નૌસેનાએ 2 ડ્રોન લીઝ પર લીધા છે
સૂત્રો પ્રમાણે અન્ય નાના અને મિની ડ્રોન ભારતીય ફર્મ્સથી પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે. ભારતીય સંરક્ષણ દળો શસ્ત્ર પ્રણાલી મેળવવા માટે આ પહેલ કરી રહ્યા છે, જે તેમને ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં મદદ કરી શકે છે. છેલ્લે 2019માં પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ્સ (terrorist camps in pakistan)ની વિરુદ્ધ બાલાકોટ એર સ્ટ્રાઇક (balakot air strike 2019) હુમલા બાદ સુરક્ષાદળોને આવી સુવિધા આપવામાં આવી હતી. એ જ સુવિધાનો ઉપયોગ કરતા, ભારતીય નૌસેનાએ 2 ડ્રોન લીઝ (indian navy drone lease) પર લીધા છે, જે અમેરિકન ફર્મ જનરલ એટોમિક્સ પાસેથી લેવામાં આવ્યા છે.
ઇમરજન્સી પરચેઝ કેપિટલ એક્વિઝિશનને એક્સ્ટેંશન મળવું જરૂરી
ભારતીય વાયુસેનાએ લગભગ 70 કિલોમીટરની સ્ટ્રાઇક રેન્જની સાથે હેમર એર ટૂ ગ્રાઉન્ડ સ્ટેન્ડ ઑફ મિસાઇલોની સાથે મોટી સંખ્યામાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલો, લાંબા અતંરની સટીક ગાઇડેડ આર્ટિલરીના ગોળા મેળવવા માટે સમાન શક્તિઓનો ઉપયોગ કર્યો હતો. ઇમરજન્સી પરચેઝ કેપિટલ એક્વિઝિશન હેઠળની સત્તાઓ આ વર્ષે 31 ઓગષ્ટના રોજ સમાપ્ત થઈ ગઈ છે. સશસ્ત્ર દળો પાસે અંતિમ તબક્કામાં થોડા વધુ પ્રોજેક્ટ છે અને જો તેમને એક્સ્ટેંશન મળે તો તેઓ તેમની લડાયક ક્ષમતાઓને સુધારવા માટે તે સાધનસામગ્રીની ખરીદી સાથે આગળ વધી શકે છે.
આ પણ વાંચો: Reliance Capital Ltd : રિઝર્વ બેન્કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વિસર્જન કર્યું, નાદારીની કરાશે કાર્યવાહી
આ પણ વાંચો: Threat To Kill CM Yogi : મુખ્યપ્રધાન યોગી અને ભારતીય કિસાન મંચના પ્રમુખને મારી નાખવાની ધમકી, કેસ નોંધાયો