ETV Bharat / bharat

શું કેરળમાં પાછલા બારણેથી ભરતીનો વિવાદ ચગશે ?

મુખ્યપ્રધાન પિનરઇ વિજયને હાલમાં જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઘણા વર્ષોથી સરકારી નોકરીઓ કરી રહેલા કામચલાઉ કર્મચારીઓને માનવીય આધાર પર કાયમી કરવામાં આવી રહ્યા છે. તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે આ રીતે કામચલાઉ કર્મચારીઓને કાયમી કરવાથી વર્તમાન PSC રેન્ક ધરાવનારા ઉમેદવારોની તકો કોઈ રીતે ઓછી થશે નહિ. આવી ખાતરી આપવા છતાં પણ વિરોધ પ્રદર્શનો ચાલુ છે.

author img

By

Published : Feb 12, 2021, 4:35 PM IST

કેરળ
કેરળ

ગેરકાયદે રીતે કામચલાઉ નિમણૂંકોના આક્ષેપો સામે LDF બચાવની સ્થિતિમાં

સોમ અને મંગળવારે કેરળના પાટનગરમાં પબ્લિક સર્વિસ કમિશન (PSC)ની રેન્ક ધરાવતા ઉમેદવારોના હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યા, જે દરમિયાન બે ઉમેદવારોએ આત્મદહનનો પ્રયાસ કર્યો હતો. તેમની રેન્કની વૅલિડિટી વધારવા માટેની માગણીઓ તેઓ કરી રહ્યા છે. રાજ્યના પ્રધાનમંડળે વર્તમાન રેન્કની વૅલિડિટી હાલમાં જ છ મહિના માટે લંબાવી છે. કોરોના સંકટને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો હતો, પરંતુ ઉમેદવારોને આટલી છૂટથી સંતોષ નથી.

બીજા રાજકીય પક્ષોના ટેકા સાથે દેખાવકારો પોતાનું આંદોલન આગળ વધારી રહ્યા છે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે યુવાનોમાં રહેલા અસંતોષને ઉગ્ર બનાવીને રાજકીય લાભ લેવાની ગણતરીઓ સ્વાભાવિક રીતે જ હોય.

મુખ્ય પ્રધાન પિનરઇ વિજયને હાલમાં જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઘણા વર્ષોથી સરકારી નોકરીઓ કરી રહેલા કામચલાઉ કર્મચારીઓને માનવીય આધાર પર કાયમી કરવામાં આવી રહ્યા છે. તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે આ રીતે કામચલાઉ કર્મચારીઓને કાયમી કરવાથી વર્તમાન PSC રેન્ક ધરાવનારા ઉમેદવારોની તકો કોઈ રીતે ઓછી થશે નહિ.

આવી ખાતરી છતાં ઉમેદવારોને સંતોષ થયો નથી અને તેમના વિરોધ પ્રદર્શનો ચાલુ છે. તેના કારણે આગામી ચૂંટણીઓમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને મુશ્કેલી થઈ શકે છે. આ વખતે LDFને આશા છે કે ફરી એક વાર સત્તામાં આવી શકાશે.

બીજી બાજુ અત્યાર સુધી કોઈ મહત્ત્વનો મુદ્દો વિપક્ષ UDFને હાથમાં નથી આવ્યો ત્યારે આ આંદોલન તેમને કામ આવી શકે છે. વિપક્ષી મોરચો હાલમાં માત્ર સબરીમાલાના મુદ્દા પર જ આધાર રાખી રહ્યો હોય તેવું લાગે છે. તે હવે પાછલા બારણેથી નિમણૂકો કરવાના મુદ્દાને ચગાવવા માગે છે. ખાસ કરીને યુવા કોંગ્રેસ, KSU, યુથ લીગ અને MSF રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આ મુદ્દે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.

સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ ઇમેજિંગ ટેક્નોલૉજી ખાતેના 114 કર્મચારીઓને કાયમી કરાયા તે સાથે જ આ મુદ્દો ચગ્યો હતો. સગાવાદ અને પાછલા બારણે સરકારી નોકરીઓની લહાણી કરી દેવાના આક્ષેપો જાગ્યા છે. સોનાની દાણચોરીના કેસમાં જેમનું નામ ચગ્યું હતું તે સ્વપ્ના સુરેશની નિમણૂક સરકારના આઈટી વિભાગમાં કરી દેવામાં આવી હતી. બાદમાં સરકારે સ્પષ્ટતા કરી કે સ્વપ્નાની નિમણૂક સરકારે નથી કરી, પરંતુ આઉટસોર્સિંગે સ્ટાફનો કોન્ટ્રેક્ટ જે કંપનીને અપાયો છે તેમના દ્વારા નિમણૂક અપાઈ છે. આઈટી ડિપાર્ટમેન્ટનું કામ ખાનગી કંપનીને આઉટસોર્સ કરી દેવામાં આવ્યું છે.

સ્વપ્ના સુરેશની કડી ભૂતપૂર્વ મુખ્ય સચિવ એમ. શિવશંકર સાથે જોડાયેલી છે. તેમની ધરપકડ સોનાની દાણચોરીના કેસમાં થઈ હતી. સ્વપ્નાનો કેસ ચગ્યો તેના કારણે પાછલા બારણે સરકારે કામચલાઉ જગ્યાઓ પર લાગવગીયાની નિમણૂકો કરી દીધાની શંકા જાગી હતી.

આ બધા વચ્ચે બે ઑડિયો ટેપ લીક થઈ અને વધારે ભડકો થયો. સોલર કેસના આરોપી સરિતા નાયરનો આ ઑડિયો હોવાનું કહેવાય છે. તેમાં સરકારી વિભાગમાં પાછલા બારણે ભરતીના કૌભાંડની વાતો કરવામાં આવી છે. આ ટેપમાં (જેની ખરાઈ ઈટીવી ભારત તરફથી કરવામાં આવતી નથી) તે એવું કહેતી સંભળાય છે કે તેણે પોતાના રાજકીય પક્ષો સાથેના સંપર્કોનો ઉપયોગ કરીને પાછલા બારણેથી ભરતી કરવા દેવાના કામમાં અમલદારોને મદદ કરી હતી.

BEVCO, આરોગ્ય કલારમ મિશન વગેરેમાં ભરતી કેવી રીતે કરી દેવાઈ એની વાતો તે કરી રહી છે. તેણે વધારે ચોંકાવનારો આક્ષેપ એવો કર્યો છે કે ભરતી માટે જે લાંચ લેવામાં આવે છે, તેની 60 ટકા રકમ પક્ષના ફંડમાં જાય છે અને થોડા નાણાં અધિકારીઓને ખવરાવવામાં આવે છે.

સરિતા નાયર નોકરીઓ અપાવવાના બીજા કૌભાંડમાં પણ સંડોવાઈ હતી. તેમાં એવો આક્ષેપ થયો હતો કે તેણે પાછલા બારણે ભરતી કરી દેવા માટે 21 લાખ રૂપિયા લીધા હતા. જોકે નોકરી મળી શકી નહિ, તે પછી પૈસા પાછા માગવામાં આવ્યા, પણ સરિતાએ નાણાં પરત પણ ના કર્યા.

2016ની ચૂંટણી વખતે સોલર સ્કેમ સૌથી મોટો ચૂંટણી મુદ્દો બન્યો હતો. તે વખતે મુખ્ય પ્રધાન ઉમેન ચેન્ડી અને જુદા જુદા પ્રધાનો સામે ભ્રષ્ટાચારના અને જાતીય શોષણના આરોપો થયા હતા. બાદમાં વર્તમાન ડાબેરી સરકારે તે કેસને પડતો મૂક્યો હતો અને જણાવ્યું હતું કે પુરતા પુરાવા ઉપલબ્ધ નથી. જોકે સરિતા એસ. નાયરે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો તે હજી પણ ચાલી રહ્યો છે.

આ વખતે ડાબેરી મોરચાની સરકાર વિકાસ, સામાજિક કલ્યાના કાર્યો અને ભ્રષ્ટાચાર મુક્ત વહિવટના મુદ્દે ચૂંટણી લડવા માગે છે. તેથી સરકાર ગેરરીતિ અને સગાવાદના આ આક્ષેપોનો સામનો કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. કામચલાઉ ભરતી અને તેને કાયમી કરી દેવાના કૌભાંડમાં ખુલાસા કરવા માટે LDFએ નવી ફોર્મ્યુલા લાવવી પડશે, જેથી આ ગંભીર આરોપમાંથી તે સ્વચ્છ થઈને બહાર આવી શકે.

LDF એ બાબતથી ખુશ હતું કે કઈ રીતે UDF આ વખતે ચૂંટણી લડવાનું છે. કોંગ્રેસમાં જૂથવાદ ટોચે પહોંચ્યો છે અને મોરચામાં અત્યારે કમાન ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના હાથમાં છે ત્યારે સાથી પક્ષોના મામલે તેમને મુશ્કેલી થઈ શકે છે. વેલફોર પાર્ટી અને SDPI જેવા ઉદ્દામવાદી પક્ષો મોરચામાં છે તેના કારણે કોંગ્રેસી મોરચા માટે જવાબ આપવા ભારે પડી શકે છે.

પંચાયતોની ચૂંટણીઓમાં પરંપરાગત રીતે કોંગ્રેસ મોરચના મતદારોને પણ આકર્ષી શકાયા હતા. તેમનો ટેકો આ વખતે પણ મેળવવાની ડાબેરી મોરચાને આશા છે. જોકે હવે યુવાનો જ સરકારની નીતિ સામે રસ્તા પર આંદોલન પર ઉતર્યા છે ત્યારે ડાબેરી મોરચાએ નવેસરથી વ્યૂહ ઘડવો પડશે. ભરતીમાં ગેરરીતિના મુદ્દાને ભાજપ પણ જોરશોરથી ચગાવી રહ્યો છે.

અગાઉ કોંગ્રેસ મોરચાની સરકાર હતી ત્યારે પણ આ રીતે પાછલા બારણે સરકારી નોકરીઓની લહાણી થઈ હતી તેવા પુરાવા રજૂ કરીને ડાબેરી મોરચો આ મુદ્દાને નકામો કરવા માગે છે. આવી ભરતીના કેટલાક જૂના દસ્તાવેજો લીક કરવામાં આવ્યા છે (આ દસ્તાવેજોની ખરાઈ ઈટીવી ભારત કરતું નથી). તેમાં એવો દાવો કરાયો છે કે 2013, 2014 અને 2015માં પણ જુદા જુદા સરકારી વિભાગોમાં આવી રીતે ભરતી થઈ હતી. માત્ર પાંચેક વર્ષ કામચલાઉ નોકરી કરનારાઓને પણ કાયમી કરી દેવાયા હતા તેવું જણાવાઈ રહ્યું છે.

એવું લાગે છે કે કેરળમાં આ મુદ્દે ભારે વિવાદ અને આક્ષેપબાજી ચાલવાની છે. બંને પક્ષો એક બીજા સામે આંકડાં અને આક્ષેપોનો મારો કરશે. આવી આક્ષેપબાજીમાં મતદારો કયા પક્ષ પર ભરોસો કરે છે તે જોવાનું રહે છે.

-કે. પ્રવીણકુમાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.