મેલબોર્નઃ T20 વર્લ્ડ કપમાં સુપર 12 ગ્રુપની (T20 World Cup 2022) 8મી મેચ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે (England vs Ireland) રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના હતી. મેચમાં ટોસ થયા પછી ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે મેચ રોકવી પડી હતી. આયર્લેન્ડની ટીમે 19.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડે ઈંગ્લેન્ડની શરૂઆત નબળી થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ 14.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 105 રન જ બનાવી શકી હતી.
ડકવર્થ લુઈસ નિયમ દ્વારા પરિણામ: આ દરમિયાન ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને મેચ અટકાવી દેવામાં આવી હતી. મેચ માટે નિર્ધારિત સમય સુધીમાં મેચ ફરી શરૂ થવાની ધારણા ન હતી, જેથી આયર્લેન્ડે ડકવર્થ લુઈસ નિયમ દ્વારા 5 રનથી હરાવીને મોટો (Ireland beat England by 5 runs) અપસેટ સર્જ્યો હતો.
આયર્લેન્ડની ટીમ: એન્ડ્રુ બાલ્બિર્ની (કેપ્ટન), પોલ સ્ટર્લિંગ, લોર્કન ટકર, હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્પર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, ફિઓન હેન્ડ, બેરી મેકકાર્થી અને જોશુઆ લિટલ.
ઈંગ્લેન્ડની ટીમ: જોસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, ક્રિસ વોક્સ, માર્ક વૂડ અને આદિલ રાશિદ.