ETV Bharat / bharat

IPL 2022 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું - રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB)રાજસ્થાન રોયલ્સને (RR) 4 વિકેટે હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોેર (RCB) મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2022) રોમાંચક T20I મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સતત બીજી જીત નોંધાવી હતી.

IPL 2022 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

author img

By

Published : Apr 6, 2022, 1:39 PM IST

મુંબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) દિનેશ કાર્તિક (44 અણનમ) અને શાહબાઝ અહેમદ (45)ની શાનદાર ઈનિંગની મદદથી મંગળવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2022) રોમાંચક T20I મેચમાં રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે જોસ બટલરના 6 છગ્ગાની મદદથી અણનમ 70 રન અને શિમરોન હેટમાયર (અણનમ 42) સાથે ચોથી વિકેટ માટે અણનમ 83 રનની ભાગીદારીથી ત્રણ વિકેટે 169 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રનથી હરાવ્યું

રાજસ્થાન રોયલ્સને ટુર્નામેન્ટમાં વિજયની હેટ્રિક ફટકારતા રોકી : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) સારી શરૂઆત બાદ વિકેટો ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ કાર્તિક અને શાહબાઝના આભારથી તેઓએ પુનરાગમન કર્યું હતું અને 5 બોલ બાકી રહેતા 6 વિકેટે 173 રન બનાવીને જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. તેણે રાજસ્થાન રોયલ્સને (Rajasthan Royals) ટુર્નામેન્ટમાં વિજયની હેટ્રિક ફટકારતા રોકી હતી.

દિનેશ કાર્તિકે 7 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા : અનુભવી દિનેશ કાર્તિક (23 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા) અને શાહબાઝ અહેમદ (26 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા) જવાબદારીપૂર્વક રમ્યા અને 6 વિકેટ માટે 33 બોલમાં 67 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાન રોયલ્સ માટે યુઝવેન્દ્ર ચહલે તેના લેગ સ્પિનથી અજાયબીઓ કરી હતી અને તેની ટીમને સારી સ્થિતિમાં મૂકી હતી. તેણે 15 રનમાં 2 વિકેટ લેવા ઉપરાંત વિરાટ કોહલીને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેનું પ્રદર્શન ટીમને જીત સુધી લઈ જઈ શક્યું ન હતું. ટ્રેન્ટ બોલ્ટે 34 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: IPL 2022: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 54 રનથી ચટાડી ધૂળ, ચહરે ઝડપી 3 વિકેટ

ડુપ્લેસીને પ્રથમ ફટકો માર્યો : RCBએ પાવરપ્લેમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (29 રન) અને અનુજ રાવતના (26 રન)કારણે 48 રન બનાવીને સારી શરૂઆત કરી હતી. યુઝવેન્દ્ર ચહલે 55 રનના સ્કોર પર ડુપ્લેસીને પ્રથમ ફટકો માર્યો હતો, જેનો કેચ ટ્રેન્ટ બોલ્ટે લોંગ ઓન પર લીધો હતો, પરંતુ RCBનો સ્કોર ટૂંક સમયમાં એક વિકેટે 55 રનથી 4ર વિકેટે 62 રન પર પહોંચી ગયો હતો. RCBએ સ્કોરમાં માત્ર 6 રન ઉમેર્યા હતા કે રાવત દિલ્હીના નવદીપ સૈનીના હાથે વિકેટકીપર અને કેપ્ટન સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયો હતો. અને એક રન ઉમેર્યા બાદ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ચહલ અને સેમસન દ્વારા રન આઉટ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.