મુંબઈઃ IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સના અત્યાર સુધીના શરમજનક પ્રદર્શન બાદ રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર એમએસ ધોનીને સુકાની સોંપી છે. સીઝનની શરૂઆત પહેલા જ ચેન્નાઈએ ધોનીની જગ્યાએ જાડેજાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ છાંટો પાડી શકી ન હતી.
-
Jadeja to handover CSK captaincy back to MS Dhoni:Ravindra Jadeja has decided to relinquish captaincy to focus and concentrate more on his game & has requested MS Dhoni to lead CSK. MS Dhoni has accepted to lead CSK in the larger interest & to allow Jadeja to focus on his game.
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jadeja to handover CSK captaincy back to MS Dhoni:Ravindra Jadeja has decided to relinquish captaincy to focus and concentrate more on his game & has requested MS Dhoni to lead CSK. MS Dhoni has accepted to lead CSK in the larger interest & to allow Jadeja to focus on his game.
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022Jadeja to handover CSK captaincy back to MS Dhoni:Ravindra Jadeja has decided to relinquish captaincy to focus and concentrate more on his game & has requested MS Dhoni to lead CSK. MS Dhoni has accepted to lead CSK in the larger interest & to allow Jadeja to focus on his game.
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
ધોનીના હાથમાં આવી કમાન - ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2022માં રમાયેલી 8 મેચમાંથી માત્ર 2 જ જીતવામાં સફળ રહી છે. જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે બાકીની 6 મેચ માંથી છ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં ચેન્નાઈને ચાર વખત ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીના હાથમાં ટીમની કમાન આવી ગઈ છે.
-
📢 Official announcement!
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja
">📢 Official announcement!
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja📢 Official announcement!
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja
CSKએ ટ્વિટ કરી આપી જાણકારી - આ વિશે સત્તાવાર નિવેદન જારી કરતી વખતે CSKએ કહ્યું, રવિન્દ્ર જાડેજાએ એમએસ ધોનીને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટીમની કેપ્ટનશીપ પરત લેવા વિનંતી કરી છે. ધોનીએ ટીમના હિતમાં જાડેજાની વિનંતી સ્વીકારી લીધી છે અને જાડેજાને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.
હવે કયારે રમાશે મેચ - CSKને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પહેલી જીત મળી હતી, જ્યારે બીજી મેચમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને જીત મેળવી હતી. CSK વર્તમાન પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રવિવારે ચેન્નાઈ આ સિઝનની તેની નવમી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે.
જાડેજાએ હારનો કર્યો સ્વિકાર - સીએસકેના ખરાબ ફોર્મ ઉપરાંત, જાડેજાએ ટૂર્નામેન્ટમાં પણ સંઘર્ષ કર્યો હતો, તેણે 121.7ના સ્ટ્રાઈક રેટથી 92 બોલમાં માત્ર 112 રન બનાવ્યા હતા, જ્યારે 8.19ના ઈકોનોમી રેટથી આઠ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી.