નવી દિલ્હી: BCCI બેંગલુરુમાં 7 અને 8 ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શનનું આયોજન કરશે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જાણકારી આપી હતી. આ IPLની છેલ્લી મેગા હરાજી (Huge auction of players for IPL 2022) હોઈ શકે છે કારણ કે, મોટાભાગની મૂળ IPL ટીમો હવે તેને બંધ કરવા માંગે છે.
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો કોરોના રોગચાળાને કારણે સ્થિતિ વધુ ખરાબ ન થાય તો IPLની મેગા ઓક્શન ભારતમાં યોજવામાં આવશે. બે દિવસીય હરાજી બેંગલુરુમાં 7 અને 8 ફેબ્રુઆરીએ યોજાશે તેની તૈયારીઓ ચાલી રહી છે.
IPLની હરાજી UAEમાં થશે
હરાજી UAEમાં થશે, પરંતુ BCCI પાસે અત્યારે આવી કોઈ યોજના નથી. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોની સ્થિતિમાં વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ હોઈ શકે છે જેનાથી ભારતમાં તેને કરાવવાનું સરળ બનશે.
આ વર્ષે IPLમાં 10 ટીમો હશે
આ વર્ષે IPLમાં 10 ટીમો હશે કારણ કે, લખનૌ અને અમદાવાદની નવી ટીમો ઉમેરવામાં આવી છે. ડ્રાફ્ટમાંથી પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવા માટે બંને ટીમો પાસે ક્રિસમસ સુધીનો સમય છે. BCCI તેને વધારાનો સમય આપી શકે છે કારણ કે, CVCની મંજૂરી મળવાની બાકી છે.
મોટાભાગની ટીમો માને છે કે, દર ત્રણ વર્ષે હરાજી થાય છે
મોટાભાગની ટીમો માને છે કે, દર ત્રણ વર્ષે હરાજી થાય છે ત્યારે ટીમનું કોમ્બિનેશન બગડી જાય છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, ટીમ બનાવવામાં આટલી મહેનત કર્યા પછી ખેલાડીઓને કાઢી મૂકવું ખૂબ મુશ્કેલ છે.
આ પણ વાંચો: IPL 2022: હરાજી પહેલા ટીમો કેટલા ખેલાડીઓને કરી શકે છે રિટેઈન, જાણો હરાજી અંગેના અવનવા નિયમો