ન્યુઝ ડેસ્ક : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 15મી(IPL 2022) સિઝનની ધમાકેદાર શરુઆત થઇ ગઇ છે. ઇતિહાસમાં ક્યારે પણ ન બન્યું હોય તેવુ જોવા મળી રહ્યું છે. આ સિઝનમાં MI અને CSK એ હજી પણ જીતનો સ્વાદ ચાખ્યો નથી અને પોઇન્ટ ટેબલમાં બન્ને ટીમો છેલ્લા(IPL 2022 Points Table) ક્રમાંકે છે. આ વખતે ટુર્નામેન્ટમાં જે બે નવી ટીમો જોડાઈ છે તે અત્યારે સારુ પ્રદર્શન કરી રહી છે.
પોઇન્ટ ટેબલની સ્થિતિ - 15મી સિઝનમાં પ્રથમ વખત 10 ટીમો મેદાનમાં જોવા મળી રહી છે અને તેના કારણે મેચોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ IPL 2022 પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ બદલાતી રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે 6 એપ્રિલ (બુધવાર)ની રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પછીની શું છે સ્થિતી.