- કોરોનાના કારણે વધુ એક કલાકારનું નિધન
- આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર લોક કલાકાર લાદુરામ નાયકનું નિધન
- 80 વર્ષીય લાદુરામ નાયક કોવિડ હોસ્પિટલમાં દાખલ હતા
ચૂરુઃ કોરોનાના કારણે અનેક કલાકારોએ જીવ ગુમાવ્યો છે. હવે આ યાદીમાં આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર લોક કલાકાર લાદુરામ નાયકનું નામ ઉંમેરાયું છે. તેઓ ઉંમર 80 વર્ષના હતા. લોક કલાકારના નિધનથી તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લોક કલાકાર લાદુરામ નાયક પોતાની કળાના દમ પર વિદેશોમાં પણ ઓળખ બનાવી ચૂક્યા હતા.
આ પણ વાંચો- યોગગુરૂ રામદેવના ડેરી વ્યવસાયના પ્રમુખ સુનીલ બંસલનું જયપુરમાં કોરોનાથી મોત, ફેફસામાં હતું સંક્રમણ
લાદુરામ નાયકે રવિવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
લાદુરામ નાયકે લોક વાદ્ય યંત્ર ડેરુથી પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી અને પોતાના કળાના દમ પર દેશ અને વિદેશમાં ખૂબ જ માન-સન્માન મેળવ્યું હતું. નાયક લંડન, પેરિસ, ઈટલી, ફ્રાન્સ, પોર્ટુગલ, સેલોનિયા, જર્મની સહિત અનેક દેશમાં પોતાની કળાનું પ્રદર્શન કરી ચૂક્યા હતા. શનિવારે સાંજે તેમની તબિયત બગડતા તેમને સરદારશહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેઓ કોવિડ સેન્ટરમાં દાખલ હતા. જ્યાં રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર આસપાલસર બડામાં કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- જામિયાના પ્રોફેસર ડો. નબીલાનું કોરોનાના કારણે નિધન
લાદુરામ નાયક 60 વર્ષોથી લોક કળા સાથે જોડાયેલા હતા
આપને જણાવી દઈએ કે, લાદુરામ નાયક છેલ્લા 60 વર્ષોથી લોક કળા સાથે જોડાયેલા હતા. ખાસ કરીને તેઓ માતાજી અને ગોગોજી મહારાજના ભજન ગાતા હતા. જિલ્લાભરમાં જાગરણનું આયોજન હોય તો તેમને વિશેષ આમંત્રિત કરવામાં આવતા હતા. તેમના નિધનથી ફક્ત તેમના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર દેશને મોટી ખોટ પડી છે.