ETV Bharat / bharat

Industrialist Sundar Naidu Passes Away : દેશમાં પોલ્ટ્રી ઉદ્યોગની ક્રાંતિના જનક સુંદર નાયડુનું 85 વર્ષની વયે નિધન

author img

By

Published : Apr 29, 2022, 2:42 PM IST

બાલાજી હેચરીઝના સ્થાપક સુંદર નાયડુએ (Uppalapati Sundar Naidu, founder of Balaji Hatcheries) પોતાની કારકિર્દીની શરુઆત વેટરનરી ડોક્ટર તરીકે કરી હતી. તેઓ પોલ્ટ્રી ઉદ્યોગના વિકાસ માટે પ્રયત્નશીલ હંમેશા કાર્યરત રહેતાં હતાં. સુંદર નાયડુ આંધ્રપ્રદેશ પોલ્ટ્રી ફેડરેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓનું ગુરુવારે નિધન (Industrialist Sundar Naidu Passes Away ) થયું છે.

Industrialist Sundar Naidu Passes Away : દેશમાં પોલ્ટ્રી ઉદ્યોગની ક્રાંતિના જનક સુંદર નાયડુનું 85 વર્ષની વયે નિધન થયું

હૈદરાબાદ - પોલ્ટ્રી ઉદ્યોગની ક્રાંતિના જનક સુંદર નાયડુનું 85 વર્ષની વયે નિધન (Industrialist Sundar Naidu Passes Away ) થયું છે. બાલાજી હેચરીઝના સ્થાપક ઉપ્પલાપતિ સુંદર નાયડુનું (Uppalapati Sundar Naidu, founder of Balaji Hatcheries) ગુરુવારે સાંજે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં નિધન (Industrialist Sundar Naidu Passes Away) થયું હતું. તેઓ 85 વર્ષના હતાં. સુંદર નાયડુનો જન્મ 1 જુલાઈ, 1936ના રોજ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં થયો હતો. તેમના માતાપિતા ગોવિન્દુ નાયડુ અને મંગમમાલા ખેડૂત હતાં. તેમના લગ્ન પેમ્માસાની સુજીવના સાથે થયા હતાં.

વેટરનરીનો અભ્યાસ કર્યો હતો -નાયડુએ બોમ્બે વેટરનરી યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી લીધી હતી. કારકિર્દીના પ્રારંભે તેમણે ચિત્તૂર, અનંતપુર અને કૃષ્ણાગિરી (તમિલનાડુ) જિલ્લામાં સરકારી પશુચિકિત્સક તરીકે સેવા આપી હતી. તેમણે ખેડૂતો સાથે નજીકથી કામ કર્યું હતું. તેઓ ખેતપેદાશોના ભાવોની અનિયમિતતાથી વાકેફ હતાં જેના કારણે ખેડૂતોની આવક પણ નગણ્ય રહેતી હતી.

આ પણ વાંચોઃ લોકડાઉનના પગલે પોલ્ટ્રી ફાર્મ ઉધોગ મંદીની ચપેટમાં

ખેતી ઉપરાંતની આવકનો વિચાર- સુંદર નાયડુનું માનવું હતું કે જો ખેડૂતોને ખેતીની આવક કરતાં વધુ આવકની ખાતરી આપવામાં આવે તો આજીવિકાના ધોરણમાં સુધારો કરી શકશે. નાયડુને ખેડૂતોની આવકને પૂરક બનાવવા માટે મરઘાં ઉછેરનો વિચાર આવ્યો. નાયડુએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને 1967માં પોલ્ટ્રી કંપની શરૂ કરીને ઉદ્યોગસાહસિકતાના જગતમાં પગ મૂક્યો.

ખેડૂતોનેે મળવા પગપાળા પ્રવાસ - સ્થાનિક લોકોને રોજગારના હેતુ સાથે સુંદર નાયડુ ખેડૂતો સુધી પહોંચ્યાં. તેઓ પગપાળા પ્રવાસ કરતાં. કારણ કે તેમ કરીને વધુને વધુ ખેડૂતોને મળી શકતાં હતાં. નાયડુનું પોલ્ટ્રી નેટવર્ક વિસ્તર્યું તે સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો. નાયડુ ખેડૂતોને ચિકન ફાર્મ ચલાવવા માટે પોતાનું માર્ગદર્શન પણ પૂરું પાડતાં હતાં. નાયડુ ચિકનની આયાત કરતી વખતે સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં તેથી આ અંતર પૂરું કરવાનો તેમણે નિર્ણય કર્યો.

બાલાજી હેચરીઝની સ્થાપના -તેમણે 1972 માં બાલાજી હેચરીઝની સ્થાપના (Uppalapati Sundar Naidu, founder of Balaji Hatcheries) કરી જેણે અગાઉના સંયુક્ત આંધ્રપ્રદેશમાં પોલ્ટ્રી ઉદ્યોગમાં ક્રાંતિ (Revolution in Poultry Industry in Andhra Pradesh)લાવી દીધી. તે ઉપરાંત હજારો લોકો માટે રોજગારીનું સર્જન થયું. નાયડુને પોલ્ટ્રી ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યાં હતાં. નાયડુ ડૉ.બી વી રાવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, પૂણેના સ્થાપક ટ્રસ્ટી (Dr. B. V. Rao Institute of Technology Trustee) પણ હતાં.

આ પણ વાંચોઃ Bird flu alert in Surat : મહારાષ્ટ્રમાં ફર્ડ ફલૂની દહેશત વચ્ચે સુરત એલર્ટ, 90 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ

અનેક પદ શોભાવ્યાં -સુંદર નાયડુ 'નેક'ના 'Neck'-આજીવન આમંત્રિત સભ્ય હતાં., એપી પોલ્ટ્રી ફેડરેશનના (Andhra Pradesh Poultry Federation)કાયમી આમંત્રિત સભ્ય અને ઇન્ટરનેશનલ પોલ્ટ્રી સાયન્સ એસોસિએશનના સભ્ય (International Poultry Science Association) તથા નેશનલ એગ કાઉન્સિલના સભ્ય (Sundar Naidu, a member of the National Egg Council) તરીકે સેવા આપી હતી. ન્યૂ જર્સીએ પણ તેમના યોગદાનને પુરસ્કાર સાથે માન્યતા આપી હતી.

સામાજિક જવાબદારીની ભાવનાથી કર્યું કામ -અગાઉ નાયડુએ તેમના ગામના યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કરવા માટે નેતાજી બાલાનંદ સંઘની સ્થાપના કરી હતી. તેમણે ગામના યુવાનો માટે રમતગમતના સાધનો આપવા ઉપરાંત પુસ્તકાલય સ્થાપવામાં પણ મદદ (Sundar Naidu Charity Work)કરી હતી. તેમના વિદ્યાર્થીકાળથી જ નાયડુ સમાજ સેવા કરવા માટે ઉત્સાહી રહ્યાં હતાં અને હંમેશા એકતાની ભાવના સાથે કામ કરતાં રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.