તિરૂવનંતપુરમ: કેરળના પાટનગર તિરુવનંતપુરમની સરકારી મેડિકલ કોલેજમાં એડમીટ કરાયેલો એક દર્દી મંકીપોક્સ (Monkeypox In India) વાયરસથી મુક્ત થયો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોલ્લમના રહેવાસી (Monkeypox In Kerala) આ 35 વર્ષીય દર્દીને શનિવારે હોસ્પિટલમાંથી (monkeypox symptoms) રજા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશમાં મંકીપોક્સનો આ પહેલો કેસ હોવાથી નેશનલ વાઈરોલોજીની ગાઈડલાઈન (monkeypox precautions) મુજબ 72 કલાકના અંતરાલમાં બે વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજસ્થાન આપશે ભારતને નવો બોલર, જાણો કોણ છે આ ઉભરતો સિતારો
સેમ્પલ નેગેટિવ: કેરળના આરોગ્ય મંત્રી જ્યોર્જે કહ્યું, "ટેસ્ટમાં તમામ સેમ્પલ નેગેટિવ મળ્યા છે. દર્દી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે. એના શરીર પર જે સોજો આવ્યો હતો એ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે. તેને શનિવારે રજા આપવામાં આવી છે. તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારના સભ્યોની તપાસના પરિણામો પણ નેગેટિવ આવ્યા છે. બાકીના બે દર્દીઓની હાલત પણ સ્થિર છે. કોરોના વાયરસ પછી મંકીપોક્સ વિશ્વના 15 દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે 15 દેશોમાં લગભગ 100 લોકો મંકીપોક્સ વાયરસથી સંક્રમિત છે.
આ પણ વાંચો: સરકારી મેડિકલ કૉલેજમાં જુનિયર્સનું રેગિંગ, જુઓ થપ્પડ મારતો વીડિયો
એરપોર્ટ ચેકિંગ વધાર્યું: WHOએ કહ્યું કે આ વાયરસ વૈશ્વિક સ્તરે પહોંચવાની સંભાવના છે. મંકીપોક્સ વાયરસ અત્યાર સુધીમાં વિશ્વના 15 દેશોમાં પહોંચી ગયો છે. જેમાં ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે, કેનેડા, સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ, સ્વીડન અને ઇટાલીનો સમાવેશ થાય છે. ભારતમાં હજુ સુધી આ વાયરસનો કોઈ કેસ જોવા મળ્યો નથી. પરંતુ એરપોર્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.