ETV Bharat / bharat

World Cup 2023: ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ ખેલાડીઓનો ફોર્મ વિશે શું કહ્યું? વાંચો વિગતવાર - બેંગાલુર

ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે બેંગાલુરુમાં મેચ બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે ટીમના ખેલાડીઓના ફોર્મ, પર્ફોર્મન્સ અને એટિટ્યૂડ વિશે વાત કરી હતી.

ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ ખેલાડીઓનો ફોર્મ વિશે જણાવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 10:55 AM IST

Updated : Nov 13, 2023, 12:03 PM IST

બેગાલુરુઃ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે ભારતના દરેક ખેલાડી વિશે વાત કરી હતી. ભારતના બોલર્સ અને બેટ્સમેનના ફોર્મ અને નોકઆઉટ રાઉન્ડમાં કાળજીપૂર્વકની રમત વિશે તેમણે જણાવ્યું છે.

મોહમ્મદ શિરાજ એક ઉત્કૃષ્ટ બોલર છે તેમણે લીગ મેચ દરમિયાન એક પણ કેચ છોડ્યો નથી. જો કે શિરાજને ગળાના ભાગે ઈજા થઈ છે. હવે ભારતની ટીમે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે ત્યારે ભારત માટે આ અસહ્ય છે.

શિરાજ આઉટફિલ્ડમાં નિષ્ણાંત છે, આ ટૂર્નામેન્ટમાં તેણે સારુ પ્રદર્શન કર્યુ છે. તેમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપને આ ફાસ્ટ બોલરમાં કોઈ સમસ્યા જણાતી નથી. સમસ્યા તો છે જ નહીં, હું બોલર્સની હંમેશા પ્રશંસા કરું છું. ફિલ્ડિંગ માટે આ બોલરની પ્રતિબદ્ધતા ઉત્કૃષ્ટ રહી છે. તેણે પકડેલો તે હોટ કેચ સૌ જાણે છે. જે રીતે તે પોતાના શરીરને જોખમમાં મુકે છે તે અસાધારણ છે. તે સાતત્યપૂર્ણ કાર્ય કરી રહ્યો છે. તે પોતાની મહારથને મહત્વપૂર્ણ મેચોમાં પુનરાવર્તિત કરી શકે છે. બેંગ્લુરુમાં મેચ બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટી. દિલીપે આ બાબતો જણાવી હતી.

ભારતના બોલર્સ પાસે ઝડપી ગતિએ બોલ નાંખવાની આવડત છે, આ આવડતથી ભારત આગળ વધે છે. ઝડપી ગતિનો યોગ્ય ઉપયોગ નોકઆઉટ રાઉન્ડમાં કરી શકાય છે ખાસ કરીને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની મેચમાં કારણ કે 2019માં આ ટીમે ભારતને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી.

અમે દરેક લીગ મેચ જીતી છે. બોલર્સની ઝડપી ગતિ તેમની સાથે છે. તેમણે ઉમેર્યું કે અમે એક ટીમ બનીને સાથે રમીએ છીએ તે ઉપરાંત સૌ પોત પોતાની શ્રેષ્ઠ રમતનું પણ પ્રદર્શન કરે છે. અમે આ બાબતને જ મહત્વ આપીએ છીએ, તમારે આવી હકારાત્મક બાબતોને જ મહત્વ આપવું જોઈએ. આપણે ધર્મશાળામાં તેમના વિરુદ્ધ રમાયેલ મેચમાં સારુ પ્રદર્શન કર્યુ હતું. અમે દિવસભર સારુ રમીએ છીએ અને આગળ વધીએ છીએ.

ટી. દિલીપ કહે છે કે ફિલ્ડિંગ એવોર્ડની ઘણી ચર્ચા થઈ છે, સોશિયલ મીડિયામાં પ્રશંસકોની પ્રતિક્રિયા ઉત્સાહજનક રહી છે. આ એવોર્ડનો આશય એ છે કે ખેલાડી મેદાનમાં ઉતરે ત્યારે જોમ અને જુસ્સાથી ઉતરે. ફિલ્ડિંગ એવોર્ડ દિવસભરની મેચ બાદ ડ્રેસિંગરૂમમાં બેસ્ટ ફિલ્ડરને અપાય છે. દરેક જણ એવું અનુભવે છે કે તે સ્ટેડિયમમાં છે. આ એવોર્ડમાં રન બચાવવા, કેચ પકડવા ઉપરાંત ખેલાડીએ ટીમ માટે કેટલું યોગદાન કર્યુ તેને પણ મહત્વ આપવામાં આવે છે.

કે. એલ. રાહુલની શાનદાર વાપસી પર ટી. દિલીપ જણાવે છે કે તે ઈજામાંથી સાજો થયો છે અને શ્રેષ્ઠ વિકેટ કિપિંગ કરી રહ્યો છે. તે લાંબી રજા અને ઈજા બાદ પરત ફર્યો છે. જે ખરેખર પડકારજનક છે. જો કે તેનું વિકેટ કિપિંગ કૌશલ્ય સારી રીતે ઉજાગર થયું છે. તે નાની ઉંમરથી વિકેટ કિપિંગ કરી રહ્યો છે. જો કે તેનામાં રહેલી ક્ષમતાને અમે ઓળખી અને તેના પર કામ કર્યુ છે. તે એક એવો ખેલાડી છે જે આપ પર ભરોસો કરે છે અને તેને જે શિક્ષણ મળે છે તે ઝડપથી અપનાવી લે છે. તે જ રીતે વિકેટ પાછળ પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી હું ખુશ છું.

અમે નોકઆઉટ રાઉન્ડમાં આગળ વધી રહ્યા છીએ. અમે એક આદર્શ સ્થિતિમાં છીએ જેમાં બેટ્સમેન્સ સારી શરુઆત કરી રહ્યા છે તેમજ બોલર્સ વિકેટ ઝડપી રહ્યા છે. સ્પિનર અને ઝડપી બોલર્સ પણ પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. અમે જે તિવ્રતાથી રમીએ છીએ તે ઉત્કૃષ્ટ છે. અમે મુંબઈમાં પહેલા રમી ચૂક્યા છીએ. તો આ મેચ એક રોમાંચક મુકાબલો બની રહેશે.

રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદ જેવા પાર્ટ ટાઈમ બોલર્સ નેધરલેન્ડ્સ સામેની મેચમાં અમે સ્ટેન્ડબાય રાખ્યા છે. કુલદીપ યાદવ ફિલ્ડિંગની કેટલીક ટેકનીક વિક્સિત કરવા માંગતો હતો. જો કે શર્માએ યાદવને ડાઈવ ન મારવા જણાવ્યું હતું. જ્યારે તમે સાથે મળીને રમો ત્યારે તમારો એટિટ્યૂડ બહુ મોટો ભાગ ભજવે છે. અત્યારે એ સમય છે કે ખેલાડીને જે યોગ્ય લાગે તે કરે. અમે દરેક ખેલાડીને સ્વતંત્રતા આપીએ છીએ.

જો કે સતત પ્રેક્ટિસનું પણ એટલું જ મહત્વ છે. તેથી જ અમે પ્રેક્ટિસ પર ભાર મૂકીએ છીએ. દરેક પાર્ટ ટાઈમર નેટ્સ પર બોલિંગની પ્રેક્ટિસ કરે છે. તેથી કોઈ મેચમાં તેમને બોલિંગ કરવાની આવે તો તેમનો હાથ તેમને સાથ આપ. મારા મતે તેઓ તૈયાર છે.

તો આજે કયો ખેલાડી બેસ્ટ ફિલ્ડર છે? તેના જવાબમાં દિલીપ જણાવે છે કે વેટ એન્ડ વોચ. આ કેચ વિષયક નથી એટિટ્યૂડ વિષયક છે.

  1. WORLD CUP 2023: બાંગ્લાદેશના 307 રનના પડકાર સામે, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 25 ઓવરમાં (151/2)
  2. ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું, જાણો શું છે કારણ

Last Updated : Nov 13, 2023, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.