- દેશમાં કોવિડ મહામારી સામે જોશભેર લડાઈ ચલાવાઈ
- છેલ્લાં છ મહિનાની સરખામણીમાં સૌથી ઓછા કેસ 7 દિવસમાં નોધાયાં
- ઓક્ટોબર મધ્ય સુધીમાં રસીકરણનું નવું લક્ષ્યાંક નિર્ધારિત કરાયું
નવી દિલ્હી: કોવિડ -19 કેસોની સંખ્યા એમ તો સતત ઘટી રહી છે. છતાં વિશાળ વસતી ધરાવતાં ભારતમાં કોરોના સામે દેશવ્યાપી રસીકરણ અભિયાનની (COVID vaccination) ઝડપી ગતિ જાળવી રાખવામાં આવી છે. આપને જણાવીએ કે ભારતમાં સોમવારે 26,041 નવા કોવિડ કેસ નોંધાયા છે જે સતત ત્રીજા દિવસ છે કે જ્યારે 30,000થી ઓછા કેસ નોંધાયાં છે. ભારતમાં છેલ્લા 7 દિવસમાં 2 લાખ કોવિડ કેસ નોંધાયાં છે જે બે ક્વાર્ટરમાં સૌથી ઓછા છે.
આરોગ્યપ્રધાને ટ્વીટ કરી જાણકારી આપી
કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandvia) ટ્વીટ કરીને માહિતી આપી છે કે પાંચમી વખત ભારતે સોમવારે એક કરોડ કોવિડ -19 રસી ડોઝ આપવાનું સંચાલન કર્યું છે. તેમણે આ માટે દેશના નાગરિકોને અભિનંદન આપતાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત કોરોનાને એક પંચ આપે છે: 5 મી વખત 1+ કરોડ રસીનો રેકોર્ડ થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે "ભારતને અભિનંદન! અમે તે ફરી કર્યું છે. આજે 1 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યાં છે." કોવિન પોર્ટલ પર રાત્રે 10:33 કલાકે ઉપલબ્ધ ડેટા મુજબ આજે ભારતમાં 1,00,96,142 રસી ડોઝ આપવામાં આવ્યાં છે.
ઉત્તરપ્રદેશે રચ્યો નવો રેકોર્ડ
(COVID vaccination) રસીકરણમાં ઉત્તરપ્રદેશે 35 લાખ રસી ડોઝ આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. યુપીમાં આ પહેલાં 24 કલાકમાં 34.9 લાખ ડોઝ આપવામાં આવ્યાં હતાં. દરમિયાન ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 86 કરોડ લોકોને પાર કરી ગયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 86,93,79,970 રસી ડોઝ આપવામાં આવી છે.
5થી 10 ઓક્ટોબર વચ્ચે 100 કરોડ ડોઝનું લક્ષ્ય
અગાઉ મીડિયાએ આ વિશે અહેવાલ આપ્યો હતો કે કેન્દ્ર સરકારે ઓક્ટોબરના મધ્યગાળા પહેલાં 100 કરોડ રસી ડોઝ આપીને અન્ય ઐતિહાસિક સીમાચિહ્ન મેળવવા માટે તૈયારી શરૂ કરી છે. આ લક્ષ્યાંક 5 થી 10 ઓક્ટોબર વચ્ચે મેળવી લેવાની અપેક્ષા રાખવામાં આવી છે.
લક્ષ્યાંક મેળવતાં જ થશે આવી ઉજવણી
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે "એકવાર 100 કરોડનું રસીકરણ (COVID vaccination) લક્ષ્યાંક પાર કરી લીધા પછી અમે કોવિડ યોદ્ધાઓ, ફ્રન્ટલાઈન કામદારો અને હેલ્થકેર કામદારો સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવાની યોજના બનાવી રહ્યાં છીએ." ભારતે 17 સપ્ટેમ્બરના રોજ 2 કરોડથી વધુ કોવિડ -19 રસી ડોઝ આપીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચોઃ ભારત દુનિયાનું સૌથી મોટુ કોરોના રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે : મોદી
આ પણ વાંચોઃ કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો