નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 219 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 261 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી મેચના ચોથા દિવસે ભારતને ઓસ્ટ્રેલિયા તરફથી જીતવા માટે 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટનો પીછો કરીને 18.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 75 રન બનાવી લીધા હતા અને મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની આ પ્રથમ ટેસ્ટ જીત છે.
-
It's Lunch on Day 4 of the #INDvAUS Test!#TeamIndia move to 29/1 & 46 runs more to win.
— BCCI Women (@BCCIWomen) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We will be back for the Second Session shortly. ⌛️
Scorecard ▶️ https://t.co/8qTsM8XSpd@IDFCFIRSTBank pic.twitter.com/heIMfdUOsG
">It's Lunch on Day 4 of the #INDvAUS Test!#TeamIndia move to 29/1 & 46 runs more to win.
— BCCI Women (@BCCIWomen) December 24, 2023
We will be back for the Second Session shortly. ⌛️
Scorecard ▶️ https://t.co/8qTsM8XSpd@IDFCFIRSTBank pic.twitter.com/heIMfdUOsGIt's Lunch on Day 4 of the #INDvAUS Test!#TeamIndia move to 29/1 & 46 runs more to win.
— BCCI Women (@BCCIWomen) December 24, 2023
We will be back for the Second Session shortly. ⌛️
Scorecard ▶️ https://t.co/8qTsM8XSpd@IDFCFIRSTBank pic.twitter.com/heIMfdUOsG
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ - 219/10 : આ મેચમાં પ્રથમ દાવમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા માત્ર 219 રન જ બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ દાવમાં તાલિયા મેકગ્રાએ 58 રન, એલિસા હીલીએ 38 રન અને બેથ મૂનીએ 40 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપી હતી.
ભારતનો પ્રથમ દાવ - 406/10 : ભારતની ટીમે પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 74 રન, જેમિમાહ રોડ્રિગ્સે 73 રન, દીપ્તિ શર્માએ 78 રન અને રિચા ઘોષે 52 રન બનાવ્યા હતા. આ સિવાય પૂજા વસ્ત્રાકરે પણ 47 રન અને શેફાલી વર્માએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ - 261/10 : ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં પણ મોટો સ્કોર બનાવી શક્યું ન હતું અને 261 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે ભારતને જીતવા માટે માત્ર 75 રનનો જ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી તાલિયા મેકગ્રાએ સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. એલિસ પેરી 45, બેથ મૂની 33 રન બનાવી શકી હતી. ભારત તરફથી સ્નેહા રાણાએ 4 વિકેટ લીધી હતી.
ભારતનો બીજો દાવ - 75/2 : શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. શેફાલી 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતને રિચા ઘોષના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તે 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સમયે મંધાનાએ 38 રનની અણનમ ઇનિંગ રમી હતી અને જેમિમાહ રોડ્રિગ્ઝે 12 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને 8 વિકેટે શાનદાર જીત અપાવી હતી.