ETV Bharat / bharat

છેતરપિંડી કરવા માટે ચીનમાં ભારતીય સીમ કાર્ડનો થતો ઉપયોગ, તપાસમાં છે એજન્સીઓ - frauds under lens

ભારતીય એજન્સીએ 1,300 સીમકાર્ડની વિગતો મેળવવામાં લાગેલી છે, કારણ કે આનો ઉપયોગ ચાઇનીઝ ગેંગ દ્વારા એકાઉન્ટ્સ હેક કરવા અને આર્થિક છેતરપિંડી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. જે ચીનની ગુપ્તચર એજન્સીની શંકાસ્પદ પ્રવૃત્તિ છે.

છેતરપિંડી કરવા માટે ચીનમાં ભારતીય સીમ કાર્ડનો થતો ઉપયોગ

author img

By

Published : Jun 13, 2021, 9:55 AM IST

  • અન્ય નાણાંકીય છેતરપિંડી કરવા માટે 1,300 સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો
  • એકાઉન્ટ્સ હેક કરવા સિમકાર્ડનો ઉપયોગ કરતો
  • 36 વર્ષીય ચીની નાગરિક હાન ભારતમાં વોન્ટેડ ગુનેગાર રહ્યો

નવી દિલ્હી: તમામ ટેલિકોમ ઓપરેટરોને ભારત બહારથી ચલાવવામાં આવતા કોઈપણ સીમકાર્ડની કોઈપણ શંકાસ્પદ લીન્ક અંગે સંબંધિત એજન્સીઓને વહેલી તકે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી હોવાનું એક સૂત્રએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સીમકાર્ડ અપગ્રેડ કરાવવાનું કહીને અજાણ્યા શખ્સોએ છેતરપિંડી આચરી

ચીનથી વર્ષ 2010થી કાર્યરત તમામ ભારતીય સિમની સૂચિ બનાવે

મળતી માહિતી મુજબ, એજન્સીઓએ આ ટેલિકોમ ઓપરેટરો પાસેથી માંગ કરી છે કે, તેઓ ચીનથી વર્ષ 2010થી કાર્યરત તમામ ભારતીય સિમની સૂચિ બનાવે. એકાઉન્ટ્સ હેક કરવા અને અન્ય નાણાંકીય છેતરપિંડી કરવા માટે 1,300 સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો, હોવાનું જાણવા મળ્યા બાદ એજન્સીઓને આ પગલું ભર્યું હતું.

છેતરપિંડી કરવા માટે ચીનમાં ભારતીય સીમ કાર્ડનો થતો ઉપયોગ
છેતરપિંડી કરવા માટે ચીનમાં ભારતીય સીમ કાર્ડનો થતો ઉપયોગ

ચીની ઘુસણખોર હાન જુનવેની ધરપકડ કરાઇ

ગુરુવારે ધરપકડ કરાયેલા ચીની ઘુસણખોર હાન જુનવેની પૂછપરછ દરમિયાન આ ખુલાસો થયો છે. ચોંકાવનારી હકીકતનો ખુલાસો કરતા, 36 વર્ષીય ચીની નાગરિક હાન જે ભારતમાં વોન્ટેડ ગુનેગાર રહ્યો છે, તેણે એજન્સીઓને માહિતી આપી કે, તેણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને 2010થી ભારતમાંથી લગભગ 1,300 ભારતીય સિમકાર્ડ લીધા છે.

સિમ કાર્ડને અંડરગાર્મેન્ટમાં છૂપાવીને ચીન મોકલતો

હાન પોતાના મિત્રોના સહયોગથી સિમ કાર્ડને અંડરગાર્મેન્ટમાં છૂપાવીને ચીન મોકલતો હતો. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા એક શંકાસ્પદ ચીની જાસૂસની ધરપકડ કરી હતી. તેની ધરપકડ કરનાર બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, આ સીમકાર્ડ્સ એકાઉન્ટ્સ હેક કરવા અને અન્ય આર્થિક છેતરપિંડી કરવા માટે કરવામાં આવતા હતા.

સિમકાર્ડનો ઉપયોગ કરનારા લોકોને ધોખો આપવાનો હેતુ

4,096 કિલોમીટરની ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળનાર બીએસએફે જણાવ્યું હતું કે, આનો હેતુ લોકોને મની ટ્રાન્ઝેક્શન મશીનોથી પોતાના પૈસા કાઢવા માટે સિમકાર્ડનો ઉપયોગ કરનારા લોકોને છેતરવાનો હતો.

એજન્સીઓએ ચાઇનીઝ નાગરિકની હોટલ પર પણ દરોડા પાડ્યા

એજન્સીઓએ ચાઇનીઝ નાગરિકની હોટલ પર પણ દરોડા પાડ્યા છે, જેને તે ગુરુગ્રામથી સ્ટાર સ્પ્રિંગ નામથી ચલાવી રહ્યો છે. જ્યાં તેના ચીનના કેટલાક સાથીઓ કામ કરતા હતા. જપ્ત કરેલી વસ્તુઓ સાથે આગળની કાનૂની કાર્યવાહી માટે હવે પશ્ચિમ બંગાળ પોલીસની કસ્ટડીમાં રહેલા હાનને બોર્ડર ચોકી મલિક સુલતાનપુર હેઠળ રાખવામાં આવ્યો છે.

ચીનના શહેર હુબેઈનો રહેવાસી હાન 2 જૂને બાંગ્લાદેશમાં પ્રવેશ્યો

જ્યારે તે ગેરકાયદેસર રીતે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ચીનના શહેર હુબેઈનો રહેવાસી હાન 2 જૂને બાંગ્લાદેશમાં પ્રવેશ્યો હતો. પૂછપરછ અને તેના જપ્ત કરેલા પાસપોર્ટ પરથી જાણવા મળ્યું કે, હાન 2 જૂને ઢાકામાં વ્યવસાયિક વિઝા પર આવ્યો હતો અને ત્યાં એક ચીની મિત્ર સાથે રહેતો હતો.

ચપૈનવાબગંજ જિલ્લા (બાંગ્લાદેશ)માં સોના મસ્જિદ આવ્યો

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઠ જૂને તે ચપૈનવાબગંજ જિલ્લા (બાંગ્લાદેશ)માં સોના મસ્જિદ આવ્યો હતો અને ત્યાંની એક હોટલમાં રોકાયો હતો. ગુરુવારે તે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે દરમિયાન તેને બીએસએફ જવાનોએ પકડ્યો હતો.

ચાર વખત ભારત આવ્યો છે

પૂછપરછ દરમિયાન ચીનના નાગરિકે જણાવ્યું હતું કે, આ પહેલા પણ તે ચાર વખત ભારત આવ્યો છે. તે 2010માં હૈદરાબાદ અને 2019 પછી ત્રણ વખત દિલ્હી-ગુરુગ્રામ આવ્યો હતો. તેમણે ચારથી વધુ વખત ભારતની મુલાકાત લીધી હતી.

વ્યવસાયિક ભાગીદારને લખનઉથી આતંકવાદ વિરોધી ટુકડીએ પકડ્યો

વધુ પૂછપરછ પર હાને કહ્યું કે, જ્યારે તે તેના વતન હુબેઈ ગયો, ત્યારે તેનો એક વ્યવસાયિક ભાગીદાર સુન જિયાંગ થોડા દિવસો પછી 10થી 15 ભારતીય મોબાઇલ ફોન સિમ્સ મોકલશે. જે તેને અને તેની પત્નીએ મેળવ્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા તેનો વ્યવસાયિક ભાગીદારને લખનઉથી આતંકવાદ વિરોધી ટુકડીએ પકડ્યો હતો.

તેને બાંગ્લાદેશ અને નેપાળ માટે વિઝા મળ્યા

તેમણે કહ્યું કે, તેમના અને તેમના પત્નિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે તેમના વ્યવસાયી ભાગીદાર દ્વારા એટીએસ સમક્ષ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને આ કારણે તેમને ચીનમાં ભારતીય વિઝા મળ્યા નથી. તેને બાંગ્લાદેશ અને નેપાળ માટે વિઝા મળ્યા, જેનાથી તેમના ભારત આવવાનો રસ્તો ખુલી ગયો હતો.

આ પણ વાંચોઃ ગાંધીનગરઃ વર્ગ-2ના મહિલાકર્મી સીમકાર્ડ અપગ્રેડ કરાવવા ગયાં, 8.50 લાખની છેતરપિંડી

એજન્સી ચીની નાગરિકના કબજામાંથી ઝડપાયેલા ગેજેટ્સની તપાસ કરે છે

કેટલાક આરોપમાં હાનના બિઝનેસ પાર્ટનરની એટીએસ લખનઉ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી, તેની સામે બ્લુ કોર્નર નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એક એપ્પલ લેપટોપ, બે આઇફોન મોબાઈલ, એક બાંગ્લાદેશી સિમ, એક ભારતીય સિમ, બે ચાઇનીઝ સિમ, બે પેન ડ્રાઈવ, ત્રણ બેટરી, બે નાની ટોર્ચ, પાંચ મની ટ્રાન્ઝેક્શન મશીન, બે એટીએમ અને માસ્ટરકાર્ડ, યુએસ ડોલર, બાંગ્લાદેશી ટકા અને ભારતીય રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. એજન્સી હવે ચીની નાગરિકના કબજામાંથી ઝડપાયેલા ગેજેટ્સની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.