નવી દિલ્હી: ભારત ગૌરવ યોજના હેઠળ ટ્રેનમાં નવીનતમ ઉમેરો ગરવી ગુજરાત પ્રવાસી ટ્રેન છે. ભારત ગૌરવ ટ્રેનમાં સંપૂર્ણ એરકન્ડિશન્ડ છે. આના તમામ કોચ AC ટાયર 1 અને AC ટાયર 2 છે. આ ટ્રેન ગુજરાતના વિવિધ પ્રવાસન આકર્ષણોને આવરી લેશે. આવો અમે તમને આ ટ્રેન સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો જણાવીએ. આઠ દિવસની યાત્રા પર નીકળેલી આ ટ્રેન દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી રવાના થઈ ચૂકી છે. 2 ટાયર એસીની ટિકિટ 52250 રૂપિયા અને 1 ક્લાસ એસીની ટિકિટ 77400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હોટેલમાં સ્ટે આપવાની સાથે ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળની ઝાંખી આ ટ્રેન કરાવશે. 156 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે.
પ્રવાસન સ્થળોઃ ગુજરાતના પ્રવાસન સ્થળની થીમપર તૈયાર કરવામાં આવેલી ટ્રેનમાં દરેક કોચ પર ગુજરાતના પ્રવાસન સ્થળની એક ઝાંખી જોવા મળી હતી. આ ઉપરાંત કલા સ્થાપત્યનો વારસો તેમજ જુદા જુદા સ્થળની પ્રમુખ વસ્તુઓના દર્શન થયા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, દ્વારકા જગતમંદિર અને સોમનાથ જ્યોર્તિલિંગ મંદિરના દર્શન થાય છે.
આ પણ વાંચો: Akasa Air: અકાસા એરએ પણ મોટા પાયે વિમાનો માટે કર્યો ઓર્ડર
ગરવી ગુજરાત ટ્રેન ટૂર પેકેજ: આ મુસાફરી માટે, એસી ટાયર 2 માં એક સીટ માટે યાત્રી માટે રૂ. 52,250 અને એસી ટાયર 1 માં સીટ માટે રૂ. 77,400 નક્કી કરવામાં આવ્યા છે. ટિકિટમાં શાકાહારી ખોરાક, મુસાફરી વીમો, પ્રવાસ માર્ગદર્શિકા, ટ્રેન મુસાફરીનો સમાવેશ થાય છે. આ ટ્રેન વાતાનુકૂલિત હોટેલોમાં રહીને મુસાફરોને ફરવા માટે લઈ જશે. IRCTC વેબસાઇટ પર ભારત ગૌરવ ટ્રેન વિભાગ દ્વારા ટિકિટ બુક કરી શકાય છે.
ગરવી ગુજરાત ટ્રેન પ્રવાસ રૂટ: પ્રવાસીઓ આ ટ્રેન દ્વારા 8 દિવસની અદ્ભુત ટૂર કરી શકે છે. તેમાં સોમનાથ મંદિર, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, મોઢેરા સૂર્ય મંદિર, પાટણ, સાબરમતી આશ્રમ, અક્ષરધામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન જેવા હેરિટેજ સ્થળો અને સ્મારકોનો સમાવેશ થાય છે.
જ્યારે આ ટ્રેનને સૌ પ્રથમ વખત લીલી ઝંડી આપવામાં આવી એ સમયે એન્જિનથી લઈને છેલ્લા કોચ સુધી એનું મસ્ત ડેકોરેશન કરાયું હતું. ભારત દર્શન યાત્રા થીમ પર ગુજરાત યાત્રાની આ ટ્રેન ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં દરેક રૂટને આવરી લેવાયા છે.
આ પણ વાંચો: Amalaki Ekadashi 2023 : આજે છે આંબળા એકાદશી, જાણો આ વ્રતનું મહત્વ
ગરવી ગુજરાત ટ્રેન પ્રવાસ: આ ટ્રેનમાં 156 મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે. આ ટ્રેન ધણી સુવિધાઓથી સજ્જ છે જેમ કે, શાવર ક્યુબિકલ્સ સાથેના વોશરૂમ, પલંગ અને રીડિંગ લાઇટ્સ સાથેના સામાન્ય વિસ્તારો, ઇન-હાઉસ લાઇબ્રેરી, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને આ ઉપરાંત પણ ઘણું બધું છે.