ETV Bharat / bharat

ભારતીય રેલવે પ્રવાસ દરમિયાન મુસાફરોને આપશે ફ્રી ફૂડ

author img

By

Published : Oct 17, 2022, 10:47 AM IST

તહેવારોની સિઝનમાં રેલવે દ્વારા ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા દિવાળી અને છઠ માટે 179 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સિવાય ફ્રી ભોજનની (Indian railway gives free food to passengers) પણ સુવિઘા આપવામાં આવશે.

ભારતીય રેલ્વે પ્રવાસ દરમિયાન મુસાફરોને આપશે ફ્રી ફૂડ

ન્યુઝ ડેસ્ક: ભારતીય રેલવે સતત સુવિધાઓમાં સુધારો કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલ્વે યાત્રીઓ માટે મફતમાં ભોજનની સુવિધા આપી રહી છે. કદાચ તમે આ વાતથી વાકેફ હશો, જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હોય, તો અહીં તમે ફ્રી ફૂડનો (Indian railway gives free food to passengers) લાભ કેવી રીતે લઈ શકો છો તેની માહિતી આપવામાં આવી છે.

મફત ભોજનનો લાભ ક્યારે નહીં: તહેવારોની સિઝનમાં રેલવે (Indian Railways) દ્વારા ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા દિવાળી અને છઠ માટે 179 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન રેલવે મુસાફરોને મફતમાં ભોજનની સુવિધા આપવામાં આવી છે. જો કે, આ સુવિધા એક્સપ્રેસ, શતાબ્દી અને રાજધાની જેવી લક્ઝરી ટ્રેનોમાં જ આપવામાં આવી છે અને તે પણ જો ટ્રેન બે કલાક મોડી હોય તો. જો આ ટ્રેનો સમયસર તેના સ્થાન પર પહોંચે છે અથવા દોડે છે, તો મફત ભોજનનો લાભ મળશે નહીં, પરંતુ જો તે 2 કલાક અથવા તેનાથી વધુ મોડી હશે તો તમે મફત ભોજનની માંગ કરી શકો છો. એક અહેવાલ મુજબ, પ્રવાસીઓ કાં તો સંપૂર્ણ ભોજન અથવા નાસ્તો અથવા લંચ વગેરે લઈ શકે છે. આ સાથે, તમે કેટલાક પસંદ કરેલા પીણાં પણ મેળવી શકો છો.

એપની મદદથી ફૂડ ઓર્ડર: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) નવા રસોડા બનાવીને અને જૂનાનું નવીનીકરણ કરીને તેના ફૂડ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યું છે. IRCTC ગ્રાહકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે WhatsAppની સુવિધા પણ આપવામાં આવી રહી છે. હવે આ એપની મદદથી તમે ફૂડ ઓર્ડર પણ કરી શકો છો. મુસાફરોને તેમના PNR નંબર સાથે જ ભોજન મોકલી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.