ETV Bharat / bharat

IPL Point Table 2022: ચેન્નાઈની જીતનું ખાતુ ખુલતાની સાથે જ જાણી લો પોઈન્ટ ટેબલની સ્થિતિ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2022ની 22મી મેચમાં (IPL Point Table 2022 ) ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને(CSK VS RCB) 27 રનથી હરાવ્યું હતું. પાંચ મેચોમાં ચેન્નાઈની આ પ્રથમ જીત છે. આ સાથે ટીમ છેલ્લા સ્થાનેથી એક સ્થાન આગળ વધીને નવમા સ્થાને પહોંચી ગઈ છે.

IPL Point Table 2022: ચેન્નાઈની જીતનું ખાતુ ખુલતાની સાથે જ જાણી લો પોઈન્ટ ટેબલની સ્થિતિ

author img

By

Published : Apr 13, 2022, 6:08 PM IST

હૈદરાબાદ: શિવમ દુબે અને રોબિન ઉથપ્પાની આક્રમક ઇનિંગ્સ અને મહેશ તિક્ષાનાની શાનદાર બોલિંગને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે ચાલી રહેલી IPL 2022 સિઝનમાં (IPL Point Table 2022 ) તેમની પ્રથમ જીત નોંધાવી હતી. CSKએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (CSK VS RCB) 23 રને હરાવ્યું.

IPL Point Table 2022: ચેન્નાઈની જીતનું ખાતુ ખુલતાની સાથે જ જાણી લો પોઈન્ટ ટેબલની સ્થિતિ
IPL Point Table 2022: ચેન્નાઈની જીતનું ખાતુ ખુલતાની સાથે જ જાણી લો પોઈન્ટ ટેબલની સ્થિતિ

આ પણ વાંચો: IPL 2022માં પહેલી જીત બાદ રવિન્દ્ર જાડેજાનું નિવેદન, જાણો શું કહ્યુ

ચાર ઓવરમાં 39 રન: પ્રથમ બેટિંગ કરવા માટે મોકલવામાં આવેલ ચેન્નાઈ માટે ઉથપ્પાએ 50 બોલમાં 88 અને દુબેએ 46 બોલમાં 95 રન બનાવ્યા હતા, જેની મદદથી ટીમે ચાર વિકેટે 216 રનનો પહાડ ઉભો કર્યો હતો. જવાબમાં RCB 20 ઓવરમાં નવ વિકેટે 193 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ માટે તિક્ષાણાએ ચાર ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ અને કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 39 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને: આ જીત સાથે ચેન્નાઈ IPL પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને પહોંચી ગઈ છે. સાથે જ આરસીબીને પણ નુકસાન થયું છે. બેંગ્લોરની ટીમ ત્રીજા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સનો કબજો ટોચ પર છે.

RCB સામે 95 રનની વિસ્ફોટક ઇનિંગ: રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર સૌથી વધુ રન બનાવવાના મામલે હજુ પણ ટોચ પર છે. તેણે અત્યાર સુધી ચાર મેચમાં 218 રન બનાવ્યા છે. RCB સામે 95 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર ચેન્નાઇનો શિવમ દુબે હવે બીજા નંબર પર આવી ગયો છે. તેણે પાંચ મેચમાં 207 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: IPL 2022: રાજસ્થાન રોયલ્સે મેચ જીતી, છેલ્લી ઓવરમાં કુલદીપ સેનની શ્રેષ્ઠ બોલિંગ

ચાર મેચમાં 11 વિકેટ: બોલરોની યાદીમાં રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ ટોચ પર છે. તેણે ચાર મેચમાં 11 વિકેટ ઝડપી છે. આ પછી ઉમેશ યાદવ, કુલદીપ યાદવ અને વાનિંદુ હસરંગાનો નંબર આવે છે. ત્રણેયના નામે 10-10 વિકેટ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.