નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટથી આંચકો લાગ્યો છે. અદાણી જૂથે તેના 413 પાનાના જવાબમાં હિંડનબર્ગના અહેવાલને નકારી કાઢ્યો હોવા છતાં, તેના બિઝનેસ અને શેર્સ પર તેની અસર મજબૂત રીતે દેખાઈ રહી છે. આ કારણે ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં પાછળ રહી ગયા છે. અને ટોપ 10ની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે.
ટોચના 12 અબજોપતિઓની યાદી: પહેલા નંબર પર બર્નાર્ડ આર્નોલ્ટ આવે છે જેની મિલકત - $189 બિલિયન છે. બીજા નંબર પર આવે છે એલોન મસ્ક. જેની મિલકત $160 બિલિયન છે. ત્રીજા નંબર પર આવે છે જેફ બેઝોસ જેની મિલકત $125 બિલિયન છે. ચોથા નંબર પર છે બિલ ગેટ્સ જેમની મિલકત 111 અબજ ડોલર છે. પાંચમાં નંબર પર આવે છે વોરેન બફેટ જેમની મિલકત 107 અબજ ડોલર છે. છઠ્ઠા સ્થાન પર આવે છે લેરી એલિસન જેની મિલકત $99.5 બિલિયન છે. સાતમાં સ્થાન પર આવે છે લેરી પેજ જેમની મિલકત 90 – બિલિયન ડૉલર છે. આઠમાં સ્થાન પર આવે છે સ્ટીવ બાલ્મર જેમની મિલકત $86.9 બિલિયન છે. નવમાં સ્થાન પર આવે છે સર્ગેઈ બ્રિન જેમની મિલકત $86.4 બિલિયન છે. દસમાં સ્થાન પર આવે છે કાર્લોસ સ્લિમ જેમની મિલકત $85.7 બિલિયન છે. અગ્યારમાં સ્થાન પર આવે છે ગૌતમ અદાણી જેમની મિલકત $84.4 બિલિયન છે. પહેલા તે દસમાં સ્થાન પર હતા હવે તે અગ્યારમાં સ્થાન પર જતા રહ્યા છે. અને બારમાં સ્થાન પર મુકેશ અંબાણી આવે છે જેમની મિલકત $82.2 બિલિયન છે.
પાયાવિહોણા આરોપો: અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ફેલાવવામાં આવેલા 'પાયાવિહોણા' આરોપો અને 'ભ્રામક' સમાચારનો જવાબ આપ્યો છે. આ જવાબ 400 થી વધુ પાનાનો છે. આનો અદાણીએ સંબંધિત દસ્તાવેજો સાથે જવાબ આપ્યો છે. પરંતુ આ કારણો સર અદાણી ગ્રુપને મોટું નુકશાન થયાનું સામે આવ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં અદાણી હવે 11માં નંબરે સરકી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં અદાણી જૂથને આશરે $36.1 બિલિયનનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો અદાણી બન્યા બ્લૂમબર્ગની યાદીમાં બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ
ટોપ 10ની યાદીમાંથી બહાર: તમને જણાવી દઈએ કે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદથી અદાણીના શેરમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. તારીખ 24 જાન્યુઆરી, 2023ના રોજ આ રિપોર્ટ જાહેર થતાંની સાથે જ અદાણી ગ્રૂપના ઘણા શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી સામ્રાજ્યમાં ઉથલપાથલ બાદ તેની નેટવર્થ પર પણ અસર પડી હતી. આ પછી અદાણી ગ્રુપે 413 પેજમાં હિંડનબર્ગ રિસર્ચના 88 પ્રશ્નોના જવાબ આપ્યા અને કહ્યું કે આ રિપોર્ટને બદનામ કરવા માટે સામે આવ્યો છે.
-
Adani Group’s detailed response to Hindenburg’s Unsubstantiated Accusationshttps://t.co/byWV8z9q6O
— Adani Group (@AdaniOnline) January 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Adani Group’s detailed response to Hindenburg’s Unsubstantiated Accusationshttps://t.co/byWV8z9q6O
— Adani Group (@AdaniOnline) January 29, 2023Adani Group’s detailed response to Hindenburg’s Unsubstantiated Accusationshttps://t.co/byWV8z9q6O
— Adani Group (@AdaniOnline) January 29, 2023
આ પણ વાંચો અદાણી ગૃપ દ્વારા અંબુજા સિમેન્ટ અને ACCનું હસ્તાંતરણ સંપન્ન
શેરમાં હેરાફેરી: હિંડનબર્ગ રિસર્ચે ગયા અઠવાડિયે તારીખ 24 જાન્યુઆરી, 2023ના રોજ એક અહેવાલમાં દાવો કર્યો હતો કે અદાણી જૂથ દાયકાઓથી શેરમાં હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડ કરી રહ્યું છે. જો કે, અદાણી જૂથે આ અહેવાલને જૂઠો ગણાવીને સમગ્ર અહેવાલનો તેના વતી 413 પાનાનો જવાબ આપ્યો હતો. અદાણીએ તો તેને જુઠ્ઠાણાનું પોટલું ગણાવ્યું હતું. પરંતુ આ આ બનાવ બનતા તેને મોટુ નુકશાન થયું હતું. અને અદાણી લિયોનેર ઈન્ડેક્સમાં અદાણી હવે 11મા નંબરે જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણી અદાણીથી પાછળ છે. તેમની સંપત્તિ 82.2 અબજ ડોલર છે.