ETV Bharat / bharat

Indian Air Force Day 2023: આજે 91મો ભારતીય વાયુસેના દિવસ, વિશ્વની ચોથી સૌથી મોટી છે ભારતીય વાયુ સેના - ભારતીય વાયુ સેનાની રચના

ભારતીય વાયુસેના દિવસ 2023 : આજે સમગ્ર દેશ ભારતીય વાયુ સેના દિવસ મનાવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સૌથી મોટી વાયુ સેના છે. તેની રચના 1932 માં બ્રિટિશ સરકાર દ્વારા રોયલ એર ફોર્સનું સમર્થન કરવા માટે કરવામાં આવી હતી.

Indian Air Force Day 2023
Indian Air Force Day 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 4:26 PM IST

હૈદરાબાદ : દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ 'ભારતીય વાયુ સેના દિવસ' (Indian Air Force Day 2023) મનાવવામાં આવે છે. આ દિવસે ભારતીય વાયુ સેનાના કાર્યો અને દેશ માટે વાયુ સેનાના યોગદાનની સરાહના કરવામાં આવે છે. આ વર્ષે ભારતીય વાયુસેના 2023ની થીમ: ભારતના 91માં વાયુ સેના દિવસની થીમ 'IAF - Airpower Beyond Boundaries' એટલે કે, ભારતીય વાયુ સેના સીમાઓથી આગળ રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, ભારતીય વાયુ સેનાની આધિકારીક સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ કરવામાં આવી હતી, અને આજ કારણ છે કે દર વર્ષે આ દિવસને ભારતીય વાયુસેનાની વર્ષગાંઠ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં ભારતીય સેના દિવસ પર ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભારતીય સેના દ્વારા હવાઈ મથકોથી યુદ્ધવાહક વિમાનો દ્વારા અલગ-અલગ પ્રકારના આકાશી કરતબો કરીને વાયુ સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે.

ભારતીય વાયુ સેનાની સ્થાપના: ભારતીય વાયુ સેનાની સ્થાપના 1932માં બ્રિટિશ સરકાર દ્વારા રોયલ એર ફોર્સનું સમર્થન કરવામા માટે થઈ હતી. નોંધનીય છે કે,વાયુસેના ભારતીય સશસ્ત્ર દળની વાયુ સેના છે, અને તેને યૂનાઈડેટ કિંગ્ડમની રોયલ એર ફોર્સ માટે સહાયક દળ તરીકે દર્શાવવામાં આવતી હતી. દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાની ઉડાન અને સ્ક્વાડ્રન કમાન્ડરોએ પણ યુદ્ધમાં ભાગ લીધો હતો અને તે પૂર્ણ થયાં બાદ IAF (ઈન્ડિયન એર ફોર્સ)નું નામ બદલીને રોયલ ઈન્ડિયન એર ફોર્સ કરી દેવામાં આવ્યું હતું.

પ્રથમ ભારતીય વાયુસેનાના પ્રમુખ: ખરેખર તો IAF સૌ પ્રથમ વખત 1933માં અસ્તિત્વમાં આવ્યું હતું. જેને ભારતીય સ્વતંત્રતા અને વિભાજનમાં ખુબ મહત્વની ભાગીદારી નિભાવી હતી. 1950માં જ્યારે ભારત એક ગણતંત્ર દેશ જાહેર થયો, ત્યારે સશસ્ત્ર દળ માંથી રોયલ હટાવી દેવામાં આવ્યું અને તેને ફરી ભારતીય વાયુ સેનાનું નામ આપવામાં આવ્યું. ભારતીય વાયુ સેનાની સ્થાપના એર માર્શલ સુબ્રોતો મુખર્જીએ કરી હતી. આઝાદી બાદ 1 એપ્રિલ 1954માં સુબ્રોતો મુખર્જી ભારતીય વાયુસેનાના પ્રથમ વાયુ સેના પ્રમુખ તરીકે નિમણૂંક પામ્યાં હતાં.

ભારતીય વાયુ સેનાની તાકત: સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારતીય વાયુસેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુ સેના છે. ઈન્ડિયન એરફોર્સ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનો માટે પણ કામ કરે છે. દેશમાં પ્રાકૃતિક આપત્તિઓ દરમિયાન ભારતીય વાયુસેનાનું ખુબ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. ભારતીય વાયુસેનાના રાહત અભિયાનો ખુબ મદદરૂપ રહે છે, વાયુ સેનાને પાંચ પરિચાલન અને બે કાર્યાત્મક કમાન્ડમાં વિભાજીત કરવામાં આવી છે. પ્રત્યેક કમાન્ડની દેખરેખ એર માર્શલ રેન્કના એક એર ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો

  1. Nushrratt Bharuccha in Israel: નુસરત ભરૂચા ઈઝરાયેલથી વતન પરત ફર્યા, મુંબઈ એરપોર્ટ પર જોવા મળી અભિનેત્રી
  2. AIR INDIA FLIGHTS TO ISRAEL CANCELED : ઈઝરાયેલ જતી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ રદ, 14 ઓક્ટોબર સુધી મુસાફરી કરી શકશે નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.