ETV Bharat / bharat

હોકીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5-4થી હરાવ્યું, આકાશદીપે ગોલની હેટ્રિક મારી - Australia beat India in hockey

પાંચ ટેસ્ટ શ્રેણીની (INDIA VS AUSTRALIA HOCKEY TEST SERIES) પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5-4થી હરાવ્યું (Australia beat India 5-4 in hockey) હતું. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને મેચ જીતી લીધી હતી.

Etv Bharatહોકીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5-4થી હરાવ્યું, આકાશદીપે ગોલની હેટ્રિક મારી

author img

By

Published : Nov 26, 2022, 6:35 PM IST

એડિલેડઃ હોકીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5-4થી (INDIA VS AUSTRALIA HOCKEY TEST SERIES) હરાવ્યું હતું. આકાશદીપે 3 ગોલ કરીને હેટ્રિક નોંધાવી હતી, પરંતુ તે મેચ જીતી શક્યો નહોતો. આ સાથે જ હરમનપ્રીતે એક ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને મેચ જીતી (Australia beat India 5-4 in Hockey) લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીએ બે ગોલ કરીને જીત મેળવી ત્યારે આકાશદીપ સિંહનો ગોલ નિષ્ફળ ગયો હતો. આકાશદીપ સિંહ (10મી, 27મી, 59મી)એ ત્રણ ગોલ કર્યા જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહ (31મું) પેનલ્ટી કોર્નરથી ભારત તરફથી ગોલ કર્યા.

ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મિનિટમાં કર્યો ગોલ: લાચલન શાર્પ (5મી મિનિટ), નાથન એફ્રામ્સ (21મી મિનિટ), ટોમ ક્રેગ (41મી મિનિટ) અને બ્લેક ગોવર્સ (57મી, 60મી મિનિટ) દ્વારા ગોલ કરીને રમતનો પલટો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને બે પેનલ્ટી કોર્નર મળ્યા, જેનો ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. આ સાથે જ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જે ગોલમાં ફેરવાઈ ગયો. એક તબક્કે રમત 4-4ની બરાબરી પર દેખાતી હતી, પરંતુ ગોવર્સે તેના છેલ્લી મિનિટના ગોલથી ઓસ્ટ્રેલિયાની જીત પર મહોર મારી હતી. શ્રેણીની બીજી મેચ રવિવારે રમાશે.

મેચનો કાર્યક્રમ:

27 નવેમ્બર, રવિવાર 11:00 AM

30 નવેમ્બર, બુધવાર 11:00 AM

3 ડિસેમ્બર, શનિવાર 11:00 AM

4 ડિસેમ્બર, રવિવાર 11:00 AM

ભારતીય ટીમ ગોલકીપર: કૃષ્ણ બહાદુર પાઠક, પીઆર શ્રીજેશ ડિફેન્ડર્સ: જર્મનપ્રીત સિંહ, સુરેન્દર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ (વાઈસ-કેપ્ટન), જુગરાજ સિંહ, મનદીપ મોર, નીલમ સંજીપ ખેસ, વરુણ કુમાર

મિડફિલ્ડર્સ: સુમિત, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, નીલકાંત શર્મા, રાજકુમાર પાલ, મોહમ્મદ રાહિલ મૌસિન, આકાશદીપ સિંહ, ગુરજંત સિંહ ફોરવર્ડ્સ: મનદીપ સિંહ, અભિષેક, દિલપ્રીત સિંહ, સુખજીત સિંહ

આ ચેનલો પર લાઈવ જુઓ: ભારત વિ ઓસ્ટ્રેલિયા હોકી ટેસ્ટ સિરીઝ અહીં ભારતમાં Star Sports First અને Star Sports Select 1 ટીવી ચેનલો પર લાઈવ જુઓ. આ સિવાય ડિઝની + હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.