તિરુવનંતપુરમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી મેચ આજે રમાશે. તિરુવનંતપુરમનું ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમ આ મેચની યજમાની કરશે. આ પહેલા, ગુરુવારે તેની પ્રથમ મેચમાં, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 209 રનના લક્ષ્યાંકને 1 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. જે T-20માં ભારતનો સૌથી વધુ રન ચેઝ હતો.
-
All smiles in Trivandrum 😃 as #TeamIndia gear up for the 2⃣nd T20I 👌👌#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/4a7BGESsD2
— BCCI (@BCCI) November 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">All smiles in Trivandrum 😃 as #TeamIndia gear up for the 2⃣nd T20I 👌👌#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/4a7BGESsD2
— BCCI (@BCCI) November 25, 2023All smiles in Trivandrum 😃 as #TeamIndia gear up for the 2⃣nd T20I 👌👌#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/4a7BGESsD2
— BCCI (@BCCI) November 25, 2023
હેડ ટુ હેટ રિપોર્ટ : T20માં ભારતના 13મા કેપ્ટન બનેલા સૂર્યકુમારે 42 બોલમાં 80 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ 58 રનની ઈનિંગ રમીને તેને સાથ આપ્યો હતો. રિંકુ સિંહે છેલ્લી ઓવરોમાં ધૈર્ય જાળવી રાખ્યું અને ભારતીય ટીમને જીતની ઉંચાઈ પર લઈ ગયો. આ પહેલા જોશ ઈંગ્લિસે 47 બોલમાં ટી20માં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથે પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. બંનેએ બીજી વિકેટ માટે 130 રન જોડ્યા અને ઓસ્ટ્રેલિયન ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 27 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 16 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 10 વખત વિજેતા રહી છે. બંને ટીમો વચ્ચે એક મેચ ટાઈ છે.
પિચ રિપોર્ટ : તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમની પિચ સંતુલિત પિચ છે. અહીં બોલરો અને બેટ્સમેનોને સમાન મદદ મળે છે. આ સ્ટેડિયમમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેદાનનો સરેરાશ સ્કોર 151ની આસપાસ છે. આ સ્ટેડિયમનો અત્યાર સુધીનો હાઈ સ્કોર 173 રન છે. આજની ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ બહુ વધારે સ્કોરિંગ હોય તેવી શક્યતા નથી.
- — BCCI (@BCCI) November 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— BCCI (@BCCI) November 25, 2023
">— BCCI (@BCCI) November 25, 2023
હવામાન રિપોર્ટ : ભારત અને ઓસ્ટ્રેલિયા T20 મેચ પહેલા શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને રવિવારે સવારે વધુ વરસાદની અપેક્ષા છે. પરંતુ આગાહી મુજબ, મેચના કલાકો દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે અને ચાહકો સમગ્ર રમતનો આનંદ લઈ શકે છે. Accu Weather ડેટા અનુસાર, બપોરે વરસાદની અપેક્ષા છે. સમગ્ર મેચ દરમિયાન તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
- બંને ટીમોમાંથી સંભવિત પ્લેઇંગ 11 :
ભારત - યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ અને મુકેશ કુમાર
ઓસ્ટ્રેલિયા - સ્ટીવન સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લીસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, એરોન હાર્ડી, મેથ્યુ વેડ (કેપ્ટન, વિકેટકીપર), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરનડોર્ફ અને તનવીર સંઘા.