ભુવનેશ્વર: કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન આગામી સ્વતંત્રતા દિવસે પાટા પર દોડતી જોવા મળી શકે છે. જેનું નિર્માણ દેશમાં જ કરવામાં આવ્યું હશે. એટલું જ નહીં એની ડીઝાઈન પર ભારતીય પેટન્ટર્નની રહેશે. રેલ્વેસંચાર ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારત વિશ્વની શ્રેષ્ઠ ટ્રેન બનવા માટે સક્ષમ છે. આગામી 15 ઓગસ્ટ 2023ના રોજ થશે. જ્યારે હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ કરવામાં આવશે.
પાણી પણ હલતું નથીઃ પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન ગયા મહિને જર્મનીમાં દોડાવવામાં આવી હતી. હાઇડ્રોજન પ્રદૂષણ મુક્ત ફ્યૂલ છે. વૈષ્ણવે કહ્યું કે, તાજેતરમાં ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે બનાવવામાં આવેલી ટ્રેન વિશ્વની શ્રેષ્ઠ ટ્રેન છે. આ ટ્રેને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. આ સ્પીડથી દુનિયાના અનેક લોકો ચોંકી ગયા છે. ખાસ વાત એ છે કે, આટલી સ્પીડ હોવા છતાં પણ ટ્રેનમાં ટેબલ પર મૂકેલો પાણીનો હલતો પણ નથી. એટલું નહીં અંદરનું પાણી પણ હલતું નથી.
ટ્રેનની વિશેષતા: હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનમાં જરૂરી વીજળી ફ્યુઅલ સેલથી પૂરી પાડવામાં આવે છે. જે ટ્રેનની છત પર સંગ્રહિત હાઇડ્રોજનને હવામાં રહેલા ઓક્સિજન સાથે જોડીને ઊર્જા ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થતો નથી. હાઇડ્રોજન ટ્રેન ગમે ત્યાં દોડાવી શકાય છે. હાલમાં જે પાટા કે ટ્રેક છે એના ઉપર પર તે દોડવા માટે સક્ષમ છે. આ માટે કોઈ અલગ વ્યવસ્થા કરવાની જરૂર નથી.
સારી અને આરામદાયકઃ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેન મહત્તમ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે 1000 કિમી સુધીનું લાંબુ અંતર કાપી શકે છે. તે ઈલેક્ટ્રિક ટ્રેન કરતા દસ ગણું વધુ અંતર કાપે છે. આ ઉપરાંત, ઈંધણ ભરવામાં પણ વધુ સમય લેતી નથી. 20 મિનિટમાં 18 કલાકનું અંતર કાપવા જેટલું બળતણ ભરી શકાય છે. ફ્યુઅલ સેલ ખર્ચ અને જાળવણી ખર્ચ ઓછો છે.
ટ્રેનનો ખર્ચ ઓછોઃ કન્સલ્ટિંગ ફર્મ રોલેન્ડ બર્જરના રિપોર્ટ અનુસાર, ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનોની સરખામણીમાં તેની કિંમત ઘણી ઓછી છે. હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનો ખર્ચ ઓછો હોય છે. આ ટ્રેન આરામદાયક હોય છે. દોડતી વખતે બહુ અવાજ આવતો નથી. હાઇડ્રોજન એક ઉત્તમ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. તે વિસ્તારો માટે આ વધુ મહત્વનું છે, જ્યાં પ્રદૂષણ એક મોટી સમસ્યા રહે છે.
વંદે ભારત ટ્રેનઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેને 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય છે. આ સ્પીડ સુધી પહોંચવામાં એને માત્ર 52 સેકન્ડનો સમય લાગે છે. જ્યારે જાપાનની પ્રખ્યાત બુલેટ ટ્રેન તેના માટે 55 સેકન્ડ લે છે. જોકે શરૂઆતમાં રેલવે એન્જિનીયરોએ ટ્રેનના પાર્ટને આયાત કરવાનું વિચાર્યું હતું.