- ભારતની મહિલા હોકી ટીમે રમતની 9મી મિનિટમાં પ્રથમ ગોલ કર્યો હતો
- ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં
- પ્રથમ વખત ઓલિમ્પિકની સેમીફાઇનલમાં ટીમ પહોંચી
ટોક્યો: ભારતીય પુરુષ હોકી ટીમે(Hockey team) રવિવારે ટોક્યો ઓલમ્પિક(Tokyo Olympics )માં ઇતિહાસ રચતા 41 વર્ષ બાદ ઓલમ્પિકમાં સેમિફાઇનમાં સ્થાન મેળવ્યું હતું. ભારતે ક્વાર્ટર ફાઇનલની મેચમાં બ્રિટનને 3-1થી હરાવીને અંતિમ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ત્યારે આજે ભારતની મહિલા હોકી ટીમે પણ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેઓ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઇન્ડિયા ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી છે. ભારતની મહિલા હોકી ટીમની શાનદાર જીત થઈ છે.
હોકીમાં પ્રથમ ક્વાર્ટરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સમાન મેચ રહી
ભારત-ઓસ્ટ્રેલિયાની મહિલા હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ આજે સવારે 8:30 વાગ્યે શરૂ થઇ હતી. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાનું ફોર્મ જોતા સેમીફાઇનલમાં પ્રવેશ મુશ્કેલ લાગી રહ્યો હતો. હોકીમાં પ્રથમ ક્વાર્ટરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સમાન મેચ રહી હતી. બંને ટીમોએ ગોલ કરવાની તક ગુમાવી હતી. ત્યારબાદ મેચની બીજી મિનિટમાં ઓસ્ટ્રેલિયાના ફોરવર્ડ પ્લેયરે ભારતીય ગોલ પર હુમલો કર્યો હતો, પરંતુ સવિતાએ તેને રોકી લીધી હતી. પ્રથમ ક્વાર્ટરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એક પણ ગોલ કરી શક્યા ન હતા. સ્કોર 0-0થી બરાબરી પર રહ્યો હતો. ભારતે રમતની 9 મી મિનિટમાં ગોલ કર્યો હતો, પરંતુ રાની રામપાલ તેને ચૂકી ગઈ હતી.
ભારતે બીજા ક્વાર્ટરમાં પ્રથમ ગોલ કર્યો
ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે શાનદાર હોકી રમી હતી. 1-0ની લીડ મેળવીને ભારતે બીજા ક્વાર્ટરમાં પ્રથમ ગોલ કર્યો હતો. ગુરજીતે આ ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો હતો. હાફ ટાઈમ સુધી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પર ધાર ધરાવતી હતી. ટીમ ઈન્ડિયા 1-0થી આગળ રહી હતી. ગુરજીત કૌરે ભારત માટે ગોલ કર્યો હતો. ત્યારે ટીમ ઓસ્ટ્રેલિયાએ પણ ગોલ કરવાની ઘણી તકો ઉભી કરી હતી.
આ પણ વાંચો: Tokyo Olympics Day 10: હોકી ટીમ ઈન્ડિયાએ 4 દાયકા બાદ ફરી રચ્યો ઈતિહાસ, સેમીફાઇનલમાં પહોંચી
ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાને બે પેનલ્ટી કોર્નર મળ્યા
ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ રહ્યું હતું. તેને આ ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ ઓસ્ટ્રેલિયા ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્રીજો ક્વાર્ટર બાદ પણ ટીમ ઇન્ડિયા 1-0થી આગળ રહી હતી. ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રભુત્વ જમાવ્યું, પરંતુ તેઓ ગોલનું ખાતું ખોલાવી શક્યા નહીં. ટીમ ઇન્ડિયાએ ચોથા ક્વાર્ટરમાં પણ પોતાની લીડ જાળવી રાખી હતી. આ મેચમાં ભારતીય ટીમનું ડિફેન્સ શાનદાર રહ્યું હતુ. આખરે ટીમ ઇન્ડિયાએચી ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી અને આ રીતે ભારતની મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો.