ETV Bharat / bharat

મોટી સફળતાઃ 5,000 કિમી દૂર સુધી પ્રહાર કરી શકે તેવી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ

ભારતે પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરતા બુધવારે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5 મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ-પ્રક્ષેપણ કર્યું હતું, જે અત્યંત સટીકતા સાથે 5,000 કિલોમીટર સુધીના લક્ષ્ય પર નિશાન સાધી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓડિશામાં APJ અબ્દુલ કલામ દ્વિપથી મોડી સાંજે 7.50 વાગ્યે પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, અગ્નિ 5નું સફળ પરિક્ષણ ભારતની આ અધિકૃત લઘુત્તમ પ્રતિકાર નીતિને અનુરૂપ છે, જે પહેલા ઉપયોગ ન કરવામાં આવેલી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

મોટી સફળતાઃ ભારતે 5,000 કિમી સુધી પ્રહારની ક્ષમતાવાળી અગ્નિ-5 મિસાઈલનું કર્યું પરિક્ષણ

author img

By

Published : Oct 28, 2021, 8:25 AM IST

  • ભારતે પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરતા અગ્નિ 5 મિસાઈલનું પરિક્ષણ કર્યું
  • સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 5 મિસાઈલનું સફળ પરિક્ષણ
  • આ મિસાઈલ 5,000 કિલોમીટર સુધીના લક્ષ્ય પર નિશાન સાધી શકે છે

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયના મતે, અગ્નિ-5ને DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન લગભગ 50,000 કિલો છે. મિસાઈલ 1.75 મીટર લાંબી છે, જેનો વ્યાસ 2 મીટર છે. આ 1,500 કિલોના વારહેડ ત્રણ તબક્કાવાળા રોકેટ બુસ્ટર હેઠળ રાખવામાં આવશે, જે ઠોસ એન્જિન દ્વારા સંચાલિત થાય છે.

આ મિસાઈલને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી શકે છે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતીય અંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ પોતાના સૌથી તેજ ગતિથી 8.16 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલનારી ધ્વનિની ગતિથી 24 ગણી ઝડપી હશે અને 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઉચ્ચ ગતિ હાંસલ કરશે. આ એક રિંગ લેઝર ગાયરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, જે ઉપગ્રહ માર્ગદર્શનની સાથે કામ કરે છે. આ સટીક નિશાન લગાવવામાં પણ સક્ષમ છે. આને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો- Agni Prime Missile Test: ઓડિશા તટ પર સફળ રહ્યું ટેસ્ટ ફાયર

આ મિસાઈલ પર એક દાયકાથી વધુ સમય પહેલા કામ શરૂ થયું હતું

અગ્નિ-5 અંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ પર કામ એક દાયકાથી વધુ સમય પહેલા શરૂ થયું હતું. પ્રોજેક્ટની જાણકારી રાખનારા લોકોએ કહ્યું હતું કે, આ મિસાઈલનું પહેલું યુઝર ટ્રાયલ છે, જેની જદમાં ચીનનો સુદૂર ઉત્તરી ભાગ આવી શકે છે. અગ્નિ-5 પ્રોજેક્ટનો ઉદ્દેશ ચીનની સામે ભારતની પરમાણુ પ્રતિકારક ક્ષમતાને વધારવાની છે, જેની પાસે ડોંગફેંગ 41 જેવી મિસાઈલ છે, જેની ક્ષમતા 12,000થી 15,000 કિલોમીટર સુધી પ્રહાર કરવાની છે.

આ પણ વાંચો- ચાંદીપુરમાં DRDOએ કર્યું આકાશ પ્રાઈમ મિસાઇલનું પરીક્ષણ, આ રહ્યું પરિણામ

પાડોશી દેશ આતંકીઓને મોકલી માહોલ ખરાબ કરવાના પ્રયાસમાં છે તેવામાં આ મિસાઈલનું પરિક્ષણ થયું

મિસાઈલનું સફળ પરિક્ષણ એવા સમયમાં કરવામાં આવ્યું છે, જ્યારે ભારતની પૂર્વીય લદ્દાખમાં ચીનની સાથે સીમા પર તણાવની સ્થિતિ છે. તો બીજી તરફ પાકિસ્તાનની સાથે સીમા પર સીઝફાયર ચાલી રહ્યું છે, પરંતુ પાડોશી દેશ આતંકીઓને મોકલીને માહોલ ખરાબ કરવાના પ્રયાસમાં લાગેલો છે.

અગ્નિ 5નું પહેલું પરિક્ષણ એપ્રિલ 2012માં થયું હતું

ઉલ્લેખનીય છે કે, અગ્નિ 5નું પહેલું પરિક્ષણ એપ્રિલ 2012માં થયું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 2013માં બીજું પરિક્ષણ થયું હતું. પછી જાન્યુઆરી 2015માં ત્રીજું અને ડિસેમ્બર 2016માં ચોથું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2018 સુધી આના 7 પરિક્ષણ થયા હતા. આ પરિક્ષણો દરમિયાન મિસાઈલને અલગ અલગ પ્રકારના લોન્ચિંગ પેડ લગાવવામાં આવ્યા હતા. તેના અલગ અલગ ટ્રેઝેક્ટરી પર પ્રક્ષેપિત કરીને પરખવામાં આવ્યા હતા. અગ્નિ 5 પ્રકારના ટેસ્ટમાં સફળ સાબિત થઈ છે.

DRDOની યોજના અગ્નિ 5 મિસાઈલને વધુ ખતરનાક બનાવવાની છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, DRDOની યોજના અગ્નિ 5 મિસાઈલને વધુ ખતરનાક બનાવવાની છે. DRDO આની રેન્જ 10,000 કિલોમીટર સુધી લઈ જવાના પ્રયાસમાં લાગેલું છે. આ મિસાઈલને માત્ર જમીન પરથી છોડી શકાય છે. પાણીથી પણ આ મિસાઈલ છોડી શકાય છે. આ માટે અગ્નિ 5ના સબમરિન વર્ઝન પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.