- પૂર્વ વિદેશ પ્રધાન કુંવર નટવર સિંહનુ નિવેદન
- ભારત પહેલા તાલિબાન સાથે વાત કરવી જોઈતી હતી
- તાલિબાન સાથે રાજનૈતિક સંબધ સ્થાપવા જોઈએ
દિલ્હી :પૂર્વ વિદેશ પ્રધાન કુંવર નટવર સિંહએ અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને લઈને બુધવારે કહ્યું હતું કે, ભારત સરકારે તાલિબાનને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો તે પહેલા તેની સાથે ચર્ચા કરવી જોઈતી હતી. તેમણે PTIને કહ્યું કે, જો તાલિબાન અફઘાનિસ્તાનમાં એક જવાબદ્દાર સરકાર તરીકે કામ કરે છે તો ભારતે તેની સાથે રાજનૈતિક સંબધ સ્થાપિત કરવા જોઈએ.
UPAની પહેલી સરકારમાં વિદેશ પ્રધાન અને ભૂતકાળમાં પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચ કમિશન પર રહેલા 92 વર્ષીય સિંહનું કહેવું છે કે, હાલમાં ભારતે પ્રતિજ્ઞા કરવાની અને નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, 20 વર્ષ પહેલા કરતા તાલિબાન હાલમાં સારૂ દેખાઈ રહ્યું છે. તેમના અનુસાર, અફઘાનિસ્તાનથી ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીની સાથે ભારતના સારા સંબધ હતા, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સિંહે જણાવ્યું કે, પરિસ્થિતી વિપરીત નથી, આ એક સાંકેતિક મિત્રતા પણ નથી એટલા જ માટે ભારત સરકાર સતર્ક છે.
તેમનું કહેવું છે કે, " અમેરીકાએ બહુ બધી જવાબદારીઓ નિભાવી પડશે, કારણ કે રાષ્ટ્રપતિ જો બાઈડેનએ પોતાના સૈનિકો હટાવીને તાલિબાન માટે રસ્તો મોકળો કરી દીધો છે. નટવર સિંહે આ ટીપ્પણી એવા સમયે કરી છે કે, જ્યારે અફઘાનિસ્તાનમાં અમેરીકા સમર્થિત સરકારના પતન અને દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી દીધા પછી તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો. તાલિબાને 11 સપ્ટેમ્બરે હુમલા બાદ અમેરીકા નીત સેનાના અફઘાનિસ્તાનમાં આવવાના 20 વર્ષ બાદ દેશ પર ક્બ્જો કરી લીધો.
આ પણ વાંચો : Cooking Oil Price: કેન્દ્રીય મંત્રાલયે કરોડના ખર્ચે ખાદ્યતેલ મિશનને આપી મંજૂરી
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતે પહેલા તાલિબાન સાથે સંપર્ક કરવો જોઈતો હતો, તો આના જવાબમાં સિંહે હા માં જવાબ આપ્યો હતો અને તાલિબાનની સાથે અમેરીકાના વાતચીતનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે , જો હું વિદેશ પ્રધાન હોત તો હું તેમની સાથે સંપર્ક કરતો. હું મારી રીતે આગળ વધતો અને પોતાની ખુફિયા એજન્સીને કહેતો કે ચૂપચાપ સંપર્ક કરે.
ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ ગ્વાન્ટાનામામાં ક્યુબા સાથે અમેરિકાના સંપર્કનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ભારતે તાલિબાનનો સંપર્ક કરવો જોઈએ કારણ કે "અમે પાકિસ્તાન અને ચીન માટે ખુલ્લું મેદાન છોડી શકતા નથી". ભારતને ચીન જેવા તાલિબાન સાથે સાર્વજનિક સંપર્ક હોવો જોઈએ કે કેમ તેવા સવાલના જવાબમાં સિંહે કહ્યું કે ઓછામાં ઓછા વિદેશ સચિવના સ્તરે ભારતે તાલિબાન સાથે ખુલ્લો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો : તાલિબાને ભારત સાથે વેપાર પર લગાવ્યો પ્રતિબંધ, ડ્રાયફ્રૂટ્સ મોંઘા થવાની શક્યતા
તેમના મતે, હાલના તાલિબાન અગાઉના લશ્કરની સરખામણીમાં વધુ સારા દેખાતા હતા કારણ કે તેઓ ખુલ્લેઆમ "હિંદુ વિરોધી" હતા. તેઓ હજુ પણ પાકિસ્તાનની નજીક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઈસ્લામાબાદ તેમને પોતાની શરતો પર ચલાવી શકે છે. સિંહે એ પણ કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કર્યું છે.