ETV Bharat / bharat

WHO On Covid 19: WHOએ ભારતમાં ટ્રાવેલ પ્રતિબંધો અંગે કહી આ મોટી વાત... - ભારતમાં ટ્રાવેલ પ્રતિબંધો

WHOએ ભારતમાં કોરોનાને કારણે કરવામાં આવેલા પ્રતિબંધો (not blanket bans to contain covid) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધો અને યાત્રા પ્રતિબંધો જેવા વ્યાપક નિયંત્રણો સાથેનો અભિગમ ભારત જેવા દેશમાં કોવિડ સાથેના વ્યવહારમાં વિપરીત અસર કરી શકે છે."

WHOએ ભારતમાં ટ્રાવેલ પ્રતિબંધો આપ્યું નિવેદન

author img

By

Published : Jan 19, 2022, 10:01 AM IST

ન્યૂઝ ડેસ્ક : લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધો અને યાત્રા પ્રતિબંધો (not blanket bans to contain covid) જેવા વ્યાપક પ્રતિબંધો સાથેનો અભિગમ ભારત જેવા દેશમાં કોવિડ સાથેના વ્યવહારમાં વિપરીત અસર કરી શકે છે. વૈશ્વિક મહામારી સામે લડવા માટે લક્ષ્ય, જોખમ-આધારિત વ્યૂહરચનાઓની હિમાયત કરતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં ભારતના પ્રતિનિધિ રોડેરિકો એચ ઓફ્રીને આહ્વાન કર્યું છે.

આ પણ વાંચો: Experts About Deltacron: નિષ્ણાતોનો દાવો, ડેલ્ટાક્રોનથી ગભરાવાની જરૂર નથી, પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી

આરોગ્યની કાર્યવાહીને માર્ગદર્શન

જીવન અને આજીવિકા બન્નેને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, ભારત અને સમગ્ર વિશ્વમાં જાહેર આરોગ્યની કાર્યવાહીને સતત ચાર મુખ્ય પ્રશ્નોના પુરાવા દ્વારા માર્ગદર્શન આપવું જોઈએ. વાયરસ કેટલો સંક્રમક છે, તેનાથી થતા બિમારીની ગંભીરતા, રસીઓ અને SARS-CoV-2 સંક્રમણ પૂર્વેનું રક્ષણ અને સામાન્ય લોકો કેવી રીતે જોખમોને સમજે છે અને નિયંત્રણના પગલાંને અનુસરે છે.

વ્યાપક પ્રતિબંધોની ભલામણ

ઓફરિને ન્યૂઝ એજન્સી સાથેના ઈ-મેલ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'WHO યાત્રા પ્રતિબંધ જેવા વ્યાપક પ્રતિબંધોની ભલામણ, કે લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધની ભલામણ કરતું નથી. ઘણી રીતે, આવા વ્યાપકપણે પ્રતિબંધિત અભિગમો પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. ભારત વસ્તી વિતરણ અને ભૌગોલિક પ્રસારમાં તેની વિવિધતા સાથે મહામારીનો સામનો કરવા માટે જોખમ આધારિત અભિગમ એ એક સમજદાર જાહેર આરોગ્ય પ્રથા છે.

આ પણ વાંચો: WHO caution : જીવલેણ છે ઓમિક્રોન વેરિઅન્ટ, હળવો માનવાની ભૂલ ન કરો

સંક્રમણના ફેલાવાને રોકવા પગલા

દિલ્હીના અધિકારીએ જણાવ્યું હતું કે, મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારોએ ઉપલબ્ધ જાહેર આરોગ્ય ક્ષમતાઓ અને સામાજિક, આર્થિક શરતોને ધ્યાનમાં રાખીને સંક્રમણના ફેલાવાને રોકવા અને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા જોઈએ. ઓમિક્રોનના કારણે મંગળવારે ભારતમાં કોવિડ-19નો આંકડો વધીને 3.76 કરોડ થયા બાદ તેમનું નિવેદન આવ્યું હતું. "WHO યાત્રા અને ફેલાવા સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે સરકારોને સૂક્ષ્મ, લક્ષિત અને જોખમ-આધારિત અભિગમ અપનાવવાની સલાહ આપે છે, જેમાં સ્તર-દર-સ્તરના નિયંત્રણ પગલાંનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.