- પીએમ મોદીના જન્મદિવસે દેશમાં રેકૉર્ડતોડ વેક્સિનેશન
- આજથી 20 દિવસ માટે 'સેવા અને સમર્પણ અભિયાન'
- રેકૉર્ડબ્રેક વેક્સિનેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું
નવી દિલ્હી: આજે આખો દેશ પીએમ મોદીનો 71મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ અવસર પર રેકૉર્ડબ્રેક વેક્સિનેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાને ખત્મ કરવા માટે કેન્દ્ર સરકાર તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં દેશભરમાંથી 2 કરોડથી વધુ લોકોએ વેક્સિન મેળવી હોવાનું જાણવા મળ્યું છે.
સેવા અને સમર્પણ અભિયાન
જાણકારી પ્રમાણે દેશમાં કોરોનાની વિરુદ્ધ 21 જૂનના 88.09 લાખ અને 27 ઑગષ્ટના 1.03 કરોડનું રેકૉર્ડબ્રેક રસીકરણ થયું હતું. આ જ ક્રમમાં આજે પીએમ મોદીના જન્મદિવસ પર પણ રેકૉર્ડતોડ વેક્સિનેશનનું લક્ષ્ય રાખવામં આવ્યું છે. આ તક પર ભારતીય જનતા પાર્ટી 20 દિવસની મેગા ઇવેન્ટ આયોજિત કરી રહી છે. આ ઇવેન્ટને 'સેવા અને સમર્પણ અભિયાન' નામ આપવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલું આ અભિયાન 7 ઑક્ટોબર સુધી ચાલશે.
-
‘सबको वैक्सीन, मुफ़्त वैक्सीन’ की PM @NarendraModi जी ने देश को सौग़ात दी है!
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
कल हम सबके प्रिय प्रधानमंत्री जी का जन्मदिन है, चलो #VaccineSeva कर जिन्होंने वैक्सीन नहीं ली है, ऐसे अपनों को, परिजनों को और समाज के सभी तबकों को टीका लगवाकर, उनको जन्मदिन का उपहार देते हैं।
">‘सबको वैक्सीन, मुफ़्त वैक्सीन’ की PM @NarendraModi जी ने देश को सौग़ात दी है!
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 16, 2021
कल हम सबके प्रिय प्रधानमंत्री जी का जन्मदिन है, चलो #VaccineSeva कर जिन्होंने वैक्सीन नहीं ली है, ऐसे अपनों को, परिजनों को और समाज के सभी तबकों को टीका लगवाकर, उनको जन्मदिन का उपहार देते हैं।‘सबको वैक्सीन, मुफ़्त वैक्सीन’ की PM @NarendraModi जी ने देश को सौग़ात दी है!
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 16, 2021
कल हम सबके प्रिय प्रधानमंत्री जी का जन्मदिन है, चलो #VaccineSeva कर जिन्होंने वैक्सीन नहीं ली है, ऐसे अपनों को, परिजनों को और समाज के सभी तबकों को टीका लगवाकर, उनको जन्मदिन का उपहार देते हैं।
બપોરે દોઢ વાગ્યા સુધી 1 કરોડનો આંકડો પાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર મેગા વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બપોરે દોઢ વાગ્યા સુધી જ દેશમાં 1 કરોડથી વધારે ડોઝ લાગી ચૂક્યા છે. શુક્રવારના એક લાખથી વધારે સ્થાનો પર વેક્સિન લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પીએમ મોદીના 71માં જન્મદિવસના અવસર પર દેશભરમાં રેકૉર્ડબ્રેક દોઢ કરોડ કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ અનેક જગ્યાએ રક્તદાન કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે, 'ચલો વેક્સિન સેવા કરીએ, જેમણે રસીના ડોઝ નથી લીધા તેઓ લઇ લે અને તેમને (પીએમ મોદી) જન્મદિવસની ભેટ આપીએ.' આવો નજર નાંખીએ રસીકરણ અભિયાનમાં રાજ્યોની સ્થિતિ પર
રસીકરણ અભિયાનમાં ટોપ-5 રાજ્ય
અનુક્રમ | રાજ્ય | રસીકરણ |
1 | ઉત્તર પ્રદેશ | 9,08, 08, 863 |
2 | મહારાષ્ટ્ર | 7, 08, 15, 786 |
3 | મધ્ય પ્રદેશ | 5,40, 73, 805 |
4 | ગુજરાત | 5, 40, 46, 434 |
5 | રાજસ્થાન | 5, 18, 03, 108 |
રસીકરણ અભિયાનમાં ટોચના 5 ભાજપ શાસિત રાજ્યો
અનુક્રમ | રાજ્ય | રસીકરણ |
1 | ઉત્તર પ્રદેશ | 9,08, 08, 863 |
2 | મધ્ય પ્રદેશ | 5,40, 73, 805 |
3 | ગુજરાત | 5, 40, 46, 434 |
4 | કર્ણાટક | 4, 90, 18, 037 |
5 | બિહાર | 4, 69, 99, 258 |
રસીકરણ અભિયાનમાં ટોચના 5 બિન ભાજપ શાસિત રાજ્યો
અનુક્રમ | રાજ્ય | રસીકરણ |
1 | મહારાષ્ટ્ર | 7, 08, 15, 786 |
2 | રાજસ્થાન | 5, 18, 03, 108 |
3 | પશ્ચિમ બંગાળ | 4, 89, 80, 159 |
4 | આંધ્ર પ્રદેશ | 3, 60, 17, 987 |
5 | કેરળ | 3, 29, 74, 236 |