ETV Bharat / bharat

Omicron Cases India: ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુનો કેસ રાજસ્થાનમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરી પુષ્ટિ - Indias First Death Of Omicron

કોરોના વાઈરસના ઓમિક્રોન સ્વરૂપને કારણે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ (First Death From Omicron) ગયા અઠવાડિયે રાજસ્થાનના (Death From Omicron In Rajasthan) ઉદયપુરમાં થયું હતું, જે બુધવારે નમૂનાનું પરીક્ષણ કર્યા પછી પુષ્ટિ થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આ માહિતી આપી છે.

Omicron Cases India
Omicron Cases India
author img

By

Published : Jan 6, 2022, 9:18 AM IST

નવી દિલ્હી: કોરોના વાઈરસના ઓમિક્રોન સ્વરૂપને કારણે ભારતમાં (Omicron Cases India) ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ ગયા અઠવાડિયે રાજસ્થાનના ઉદયપુરમાં થયું હતું, જે બુધવારે નમૂનાનું પરીક્ષણ કર્યા પછી પુષ્ટિ થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આ માહિતી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Health Ministry) સંયુક્ત સચિવ લવ અગ્રવાલે (Joint Secretary Lav Agarwal) બુધવારે અહીં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉદયપુરમાં થયેલ મૃત્યુ ઓમિક્રોન સાથે 'ટેક્નિકલી' સંબંધિત છે.

વ્યક્તિ પહેલાથી જ ઘણાં રોગોથી ગ્રસ્ત હતો

લવ અગ્રવાલે કહ્યું કે, 'ઓમિક્રોનથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવે તે પહેલા જ વ્યક્તિનું મોત (Indias First Death Of Omicron) થઈ ગયું હતું. દર્દીઓ વૃદ્ધ વ્યક્તિઓ હતા અને તેમને ડાયાબિટીસની સાથે અન્ય રોગો હતા અને પ્રોટોકોલ મુજબ સહ- રોગ તેમજ ચેપ માટે સારવાર કરવામાં આવી રહી હતી. અગ્રવાલે કહ્યું, 'અમારી માર્ગદર્શિકા કહે છે કે જો કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય છે, તો તેને કોવિડ- 19ના કારણે મૃત્યુ માનવામાં આવે છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી પીડિત હોવાનું જણાય છે અને જો તે મોડેથી ઓળખાય તો પણ અમે તેને ઓમિક્રોન સંક્રમણનો કેસ માનીએ છીએ.

વ્યક્તિ પહેલેથી જ ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હાઈપોથાઈરોડિઝમથી પીડિત હતો

રાજસ્થાન સરકારના અધિકારીઓએ (Rajasthan government officials) જણાવ્યું હતું કે, વ્યક્તિના (73) નમૂનાના જીનોમ સિક્વન્સિંગે ઓમિક્રોનની પુષ્ટિ કરી હતી, તેની કોવિડ માટે બે વાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને દર્દીનું 31 ડિસેમ્બરે ઉદયપુરની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઉદયપુરના ચીફ મેડિકલ ઓફિસર (CMHO) ડૉ. દિનેશ ખરાડીએ જણાવ્યું હતું કે, કોવિડ પછી ન્યુમોનિયાથી વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તે પહેલેથી જ ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હાઈપોથાઈરોડિઝમથી પીડિત હતો.

25 ડિસેમ્બરે મળેલા રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી

તે વ્યક્તિ 15 ડિસેમ્બરે કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યો હતો અને તેને તાવ, ઉધરસ અને નાસિકા પ્રદાહ જેવા લક્ષણો હતા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના ટેસ્ટ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને 25 ડિસેમ્બરે મળેલા રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી. બાદમાં 21 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: Omicron impact on Economic : માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને ઓમિક્રોનની અસર થઈ શકે છે : રિપોર્ટ

આ પણ વાંચો: Vibrant Gujarat Global Summit 2022: રશિયાના PM મિખાઈન મિશુતિન 61 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે પહોંચ્યા ગાંધીનગર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.