- ભારત અને પાકિસ્તાન વચ્ચે LOC પર યુદ્ધ વિરામ મામલો
- ભારત-પાકિસ્તાન LOC પર શાંતિ જાળવી રાખવા સમજૂતીના કરાર પર સહમતિ
- અવાર નવાર પાકિસ્તાન તરફથી થતું હતું સીઝફાયર
નવી દિલ્હી: નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશેષ કરાર થવા જઈ રહ્યો છે. બંને દેશો યુદ્ધવિરામ કરારને અમલ કરવા સંમત થયા છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઈન પર વાતચીત થઈ છે. સરહદ પર શાંતિ જાળવવા આ વિશેષ વાતચીત થઈ છે. ભારત-પાકિસ્તાને યુદ્ધવિરામ માટેના નવી સમજૂતી થઈ છે. જણાવી દઈએ કે, શુક્રવારે બંને દેશોના DGMO એટલે કે સૈન્ય ઓપરેશનના ડાયરેક્ટર જનરલ વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં યુદ્ધવિરામ અંગે નવી સમજૂતી થઈ છે. જણાવી દઈકે તમામ સમજૂતી પર કડક રીતે પાલન કરવા આ સંમતિ થઈ છે. બંને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં સીઝફાયર પર તમામ સમજૂતી પર કડક પાલન કરવા માટે નિર્દેશ દેવામાં આવ્યો છે.