- ભારતે કોરોના રસીકરણમાં 75 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અભિનંદન આપ્યા
- 13 દિવસમાં 650 મિલિયન ડોઝથી 750 મિલિયન ડોઝ સુધી પહોંચ્યું ભારત
નવી દિલ્હી: ભારતે કોરોના વેક્સિનેશનના 75 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. આ ઉપલબ્ધિ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, 'પીએમ મોદીના સૌનો સાથ, સૌનો પ્રયાસ મંત્રની સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સતત નવા પરિમાણો બનાવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્વ એટલે કે આઝાદીના 75 વર્ષમાં 75 કરોડ ડોઝના આંકડાને પાર કરી લેવામાં આવ્યો છે.'
WHOએ આપ્યાં અભિનંદન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોવિડ-19 રસીકરણમાં ઝડપ લાવવા માટે ભારતને અભિનંદન આપ્યા છે. સંગઠને કહ્યું કે, ભારત ફક્ત 13 દિવસમાં 650 મિલિયન ડોઝથી 750 મિલિયન ડોઝ સુધી પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આને મોટી ઉપલબ્ધિ ગણાવી છે.
-
Congratulations India! 🇮🇳
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
PM @NarendraModi के सबका साथ, सबका प्रयास के मंत्र के साथ विश्व का सबसे बड़ा टीकाकरण अभियान निरंतर नए आयाम गढ़ रहा है। #AazadiKaAmritMahotsav यानि आज़ादी के 75वें वर्ष में देश ने 75 करोड़ टीकाकरण के आँकड़े को पार कर लिया है।#SabkoVaccineMuftVaccine pic.twitter.com/BEDmQZQsY7
">Congratulations India! 🇮🇳
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 13, 2021
PM @NarendraModi के सबका साथ, सबका प्रयास के मंत्र के साथ विश्व का सबसे बड़ा टीकाकरण अभियान निरंतर नए आयाम गढ़ रहा है। #AazadiKaAmritMahotsav यानि आज़ादी के 75वें वर्ष में देश ने 75 करोड़ टीकाकरण के आँकड़े को पार कर लिया है।#SabkoVaccineMuftVaccine pic.twitter.com/BEDmQZQsY7Congratulations India! 🇮🇳
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 13, 2021
PM @NarendraModi के सबका साथ, सबका प्रयास के मंत्र के साथ विश्व का सबसे बड़ा टीकाकरण अभियान निरंतर नए आयाम गढ़ रहा है। #AazadiKaAmritMahotsav यानि आज़ादी के 75वें वर्ष में देश ने 75 करोड़ टीकाकरण के आँकड़े को पार कर लिया है।#SabkoVaccineMuftVaccine pic.twitter.com/BEDmQZQsY7
અનુરાગ ઠાકુરે ગણાવી મોટી ઉપલબ્ધિ
તેમણે કહ્યું કે, "આ એક મોટી ઉપલબ્ધિ છે. હું જનતા, કોરોના યોદ્ધાઓ, રાજ્ય સરકારો અને પીએમનો આભાર વ્યક્ત કરું છું, જેમણે તમામને રસી ઉપલબ્ધ કરાવી. ભારતે પોતાની વસ્તીના રસીકરણમાં અનેક દેશોને પાછળ છોડી દીધા છે."
વધુ વાંચો: શું કોવિડ રસીકરણ પછી હૃદયના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો છે ?
વધુ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28,591 કેસો નોંધાયા