ETV Bharat / bharat

India Exports: ભારત અમેરિકામાં કરશે કેરી અને દાડમની નિકાસ, USDAએ આપી મંજૂરી - export of Indian mangoes

દેશના કેરી ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી કે, તેને ભારતીય કેરીને યુએસમાં નિકાસ (export of Indian mangoes) માટે યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ની મંજૂરી (Indian mango export US)મળી ગઈ છે.

India Exports: ભારત અમેરિકામાં કરશે કેરી અને દાડમની નિકાસ, USDAએ આપી મંજૂરી

author img

By

Published : Jan 11, 2022, 10:33 PM IST

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના (ministry of commerce and industry) અધિકારીઓએ જણાવ્યું હતું કે, હવે અમેરિકન ગ્રાહકોને ભારતમાંથી ઉત્તમ ગુણવત્તાની કેરી (India gets approval to export Mango) મળશે. આ પ્રથમ વખત નથી કે દેશ યુએસમાં કેરીની નિકાસ કરવા જઈ રહ્યો છે કારણ કે, અગાઉના વર્ષોમાં પણ ભારતીય કેરીની યુએસમાં નિકાસ કરવામાં આવી હતી.

2020થી કેરીના નિકાસને રોકી દેવામાં આવ્યો હતો

જો કે, 2020થી કેરીના નિકાસને રોકી દેવામાં આવ્યો હતો કારણ કે, યુએસ અધિકારીઓને નિરીક્ષણ માટે ભારત આવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કોવિડ -19 વૈશ્વિક મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ શક્ય બન્યું ન હતું. ભારત સરકાર જે 2005ના આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને 1897ના મહામારી રોગોના અધિનિયમ હેઠળ COVID-19નું સંચાલન કરી રહી છે, તેણે 22 માર્ચ 2020ના રોજ દેશમાંથી અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી હતી.

કોવિડ દરમિયાન વ્યવસાયિક સંબંધ

કોરોનાથી અનેક ઉદ્ભવતા છતા બંને દેશોએ તેમના વેપાર સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં યોજાયેલી 12મી ભારત-યુએસ ટ્રેડ પોલિસી ફોરમ મીટિંગ અનુસાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (India-US Trade Policy Forum) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે (US Department of Agriculture) 2 vs 2 કૃષિને અમલમાં મૂકવા માટે ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, ભારત અને યુએસ ભારતની કેરી અને દાડમની યુએસમાં નિકાસ (Pomegranate to the US) અને યુએસથી ચેરી અને અલ્ફાલ્ફા ઘાસની આયાત માટે સંયુક્ત પ્રોટોકોલનું પાલન કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંશોધિત એક્શન પ્લાન પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બંને દેશો સહમત થયા છે. આ કરાર હેઠળ ભારતીય કેરી (Indian mango export US)ઉત્પાદકો માર્ચથી આલ્ફોન્સો જાતના આગમન સાથે શરૂ થતી સિઝનમાં યુએસમાં કેરીની નિકાસ કરી શકશે.

યુએસને નિકાસમાં સ્થિર વૃદ્ધિ

અમેરિકી બજારમાં ભારતીય કેરીની સ્વીકૃતિ અંગે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય કેરી અમેરિકામાં બહોળા પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે. ભારતે 2017-18માં યુએસમાં 800 ટન કેરીની નિકાસ કરી હતી અને ફળનું નિકાસ મૂલ્ય $2.75 મિલિયન હતું. તેવી જ રીતે, 2018-19માં યુએસમાં $3.63 મિલિયનની 951 ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. 2019-20માં યુએસમાં $4.35 મિલિયનની 1095 ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. નિકાસકારો પાસેથી મળેલા અંદાજ મુજબ, 2022માં કેરીની નિકાસ 2019-20ના આંકડા કરતાં વધી શકે છે.

કયાં રાજ્યોને મળી શકે છે લાભ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, USDAની મંજૂરીનો અર્થ એ છે કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા પરંપરાગત કેરી ઉગાડતા પ્રદેશોમાં કેરી ઉત્પાદકોને આ નિર્ણયથી ફાયદો થશે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ જણાવ્યું હતું કે, ઉત્તર અને પૂર્વ ભારતમાંથી કેરીની સ્વાદિષ્ટ જાતો જેમ કે લંગડો, ચોરસો જેવી કેરીની સ્વાદિષ્ટ જાતોના ઉત્પાદકો જેવા અન્ય પ્રદેશોના કેરીના ખેડૂતોને પણ તક મળશે.

વિશ્વના સૌથી ધનિક દેશમાં નિકાસ કરવાની તક

ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના દશેરી, ફાઝલી વગેરેને પણ વિશ્વના સૌથી ધનિક દેશમાં તેમની પેદાશોની નિકાસ કરવાની તક મળશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે દેશ આ વર્ષે એપ્રિલમાં યુએસમાં દાડમની નિકાસ શરૂ કરશે. અને યુએસથી ભારતમાં આલ્ફલ્ફા ગ્રાસ અને ચેરીની આયાત પણ આ જ મહિનામાં શરૂ થશે.

આ પણ વાંચો:

કેરીના બોક્સને પાર્સલ કરવા લોકો હવે ST પાર્સલ સર્વિસનો કરી રહ્યા છે ઉપયોગ

India allows imports US Pork: ભારતમાં આયાત થશે અમેરિકી પોર્ક અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સ, મળી મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.