ETV Bharat / bharat

WTO General Council Meeting 2022: કોવિડ પેકેજ પર ચર્ચા માટે ભારતે WTO જનરલ કાઉન્સિલની ઇમરજન્સી બેઠકની કરી માંગ

ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પાસે ઈમરજન્સી બેઠક (WTO General Council Meeting 2022) બોલાવવાની માંગ કરી છે, જેથી કરીને કોવિડ પેકેજ (WTO covid package) પર વિચાર કરી શકાય. ભારત અને દક્ષિણ આફ્રિકાએ ઓક્ટોબર 2020માં કેટલાક સૂચનો આપ્યા હતા.

WTO General Council Meeting 2022: કોવિડ પેકેજ પર ચર્ચા માટે ભારતે WTO જનરલ કાઉન્સિલની ઇમરજન્સી બેઠકની કરી માંગ
WTO General Council Meeting 2022: કોવિડ પેકેજ પર ચર્ચા માટે ભારતે WTO જનરલ કાઉન્સિલની ઇમરજન્સી બેઠકની કરી માંગ
author img

By

Published : Jan 3, 2022, 5:34 PM IST

નવી દિલ્હી: ભારતે કોવિડ પેકેજ (WTO covid package) પર વિચારણા કરવા માટે આ મહિને જિનેવામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની જનરલ કાઉન્સિલની ઈમરજન્સી મીટિંગ (WTO General Council Meeting 2022) ની માંગ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે વધી રહેલા કોરોના વાયરસ (coronavirus pandemic in the world)ના સંક્રમણ વચ્ચે પેટન્ટના સંબંધમાં પણ છૂટ આપવાના પ્રસ્તાવની માંગ કરવામાં આવી છે.

WTO કાર્યોને પુરા કરવા માટે નિયમિત રીતે બેઠક કરે છે

જનરલ કાઉન્સિલ જિનેવામાં WTO (general council geneva)નો સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. આ વિશ્વ વેપાર સંગઠનના કાર્યોને પુરા કરવા માટે નિયમિત રીતે બેઠક કરે છે. આમાં તમામ સભ્ય સરકારોના પ્રતિનિધિઓ (સામાન્ય રીતે રાજદૂત અથવા સમકક્ષ) હોય છે અને તેને દર 2 વર્ષે મળેલી મંત્રી પરિષદ વતી કાર્ય કરવાની સત્તા આપવામાં આવે છે.

વૈશ્વિક નિકાસ અને આયાત માટે નિયમો નક્કી કરે છે

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (world trade organization members) એ 164-સભ્યોની બહુપક્ષીય સંસ્થા છે જે વૈશ્વિક નિકાસ અને આયાત માટે નિયમો (rules for global exports and imports) નક્કી કરે છે અને વેપાર-સંબંધિત મુદ્દાઓ પર 2 અથવા વધુ દેશો વચ્ચેના વિવાદોનો નિર્ણય કરે છે. રોગચાળાનો સામનો કરવા માટે TRIPs (trade related aspects of intellectual property rights) મુક્તિ દરખાસ્ત પર પ્રગતિના અભાવ અંગે નિરાશા વ્યક્ત કરીને, ભારતે આ દરખાસ્તને WTOના પ્રસ્તાવિત પ્રતિસાદ પેકેજમાં શામેલ કરવાની હાકલ કરી છે.

આ પણ વાંચો: Covid-19 Cases: ફ્રાન્સની સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવેથી બાળકોએ જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવું પડશે

ભારત-દક્ષિણ આફ્રિકાએ આપી હતી સલાહ

ઓક્ટોબર 2020માં ભારત અને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દરખાસ્ત સબમિટ કરી હતી, જેમાં COVID-19ના નિવારણ, સારવારના સંદર્ભમાં TRIPs કરારની કેટલીક જોગવાઈઓના અમલીકરણ પર તમામ WTO સભ્યો માટે છૂટ સૂચવવામાં આવી હતી. મે 2021માં સુધારેલી દરખાસ્ત સબમિટ કરવામાં આવી હતી. બૌદ્ધિક સંપદા અધિકારોના વેપાર-સંબંધિત પાસાઓ જાન્યુઆરી 1995માં અસરકારક બન્યા. તે કોપીરાઈટ, ઔદ્યોગિક ડિઝાઇન, પેટન્ટ અને અજાણી માહિતી અથવા વેપાર રહસ્યો જેવા બૌદ્ધિક સંપદા અધિકારોના રક્ષણ પર બહુપક્ષીય કરાર છે.

જનરલ કાઉન્સિલની ઇમરજન્સી બેઠક બોલાવી

અધિકારીએ જણાવ્યું કે, "અમે પેટન્ટ માફીની દરખાસ્ત સહિત કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા WTOના પ્રતિભાવ પેકેજની ચર્ચા કરવા જનરલ કાઉન્સિલની કટોકટી બેઠક બોલાવી છે." WTO તેની મીટિંગ 10 જાન્યુઆરીથી શરૂ કરશે અને અમે તાત્કાલિક મીટિંગ બોલાવવાનું સૂચન કર્યું છે. UNCTAD ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ (UNCTAD Trade and Development Report) અનુસાર, કોવિડ-19 સંકટને કારણે વિકાસશીલ દેશો (covid effect on developing countries) વર્ષ 2025 સુધી ઘણા પ્રભાવિત થશે.

આ પણ વાંચો: Covid 19 pill Paxlovid: દક્ષિણ કોરિયાએ એન્ટી કોવિડ 19 પિલ પેક્સલોવિડના ઉપયોગને મંજૂરી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.