- દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 30,941 કેસ નોંધાયા
- સારવાર મેળવી રહેલા કુલ 350 લોકોના મોત નિપજ્યા
- 24 કલાકમાં વેક્સિનના 59.62 લાખ ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હી: ભારતમાં વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 30,941 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 3,27,68,880 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3,70,640 પર પહોંચી છે.
દેશમાં હાલની પરિસ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે 8 વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ, કોરોના સંક્રમણને કારણે કુલ 350 લોકોના મોત નિપજતા મૃતકોની કુલ સંખ્યા વધીને 4,38,560 થઈ છે. દેશમાં હાલ 3,70,640 કોરોના સંક્રમિતો સારવાર હેઠળ છે. જે કુલ કેસના 1.13 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર મેળવી રહેલા 5,684 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેની સાથે રિકવરી રેટ 97.53 ટકા નોંધાયો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
દેશમાં વેક્સિનેશની સ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં અત્યાર સુધી 64.05 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં વેક્સિનના 59,62,286 ડોઝ આપવામાં આવ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષ
ગત વર્ષની વાત કરવામાં આવે તો, 5 સપ્ટેમ્બર 2020ના રોજ ભારતમાં કોરોનાના કુલ કેસ 40 લાખને પાર પહોંચ્યા હતા. જ્યારે 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 90 લાખને પાર પહોંચ્યા હતા. દેશમાં 19 ડિસેમ્બરના રોજ કોરોના કેસની સંખ્યા 1 કરોડને વટાવી ચૂકી હતી. જ્યારે 4 મે ના રોજ 2 કરોડ અને 23 જૂનના રોજ 3 કરોડની સપાટી વટાવી ચૂકી હતી.