- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,55,033 છે
- પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,07,95,716 થઇ છે
- કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,99,33,538 થઇ છે
હૈદરાબાદ: ભારતમાં કોરોના(Corona)ના 42,766 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસ(Positive Case)ની કુલ સંખ્યા 3,07,95,716 થઇ છે. 1,206 નવા મૃત્યુ પછી, કુલ મૃત્યુ સંખ્યા 4,07,145 પર પહોંચી ગઈ છે. 45,254 નવા ડિસ્ચાર્જ(Discharge) પછી, કુલ ડિસ્ચાર્જ(Discharge) ની સંખ્યા 2,99,33,538 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,55,033 છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના 56 કેસ
કુલ 42,90,41,970 નમૂના પરીક્ષણો કરાઇ ચૂક્યા છે
ગઈકાલે શુક્રવારે ભારતમાં કોરોના વાયરસ(Corona virus) માટે 19,55,225 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા, ગઈકાલ સુધીમાં કુલ 42,90,41,970 નમૂના પરીક્ષણો કરાઇ ચૂક્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચોઃ India Corona Update: 24 ક્લાકમાં નવા 43,393 કેસ, 911 મોત
રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 90થી વધુ કેસ નોંધાયા છે
દેશભરમાં કોરોના વાયરસ(Corona virus)ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ(Delta Plus variant)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રિપુરામાં પણ તેની પુષ્ટિ થઈ ગઇ છે. પૂર્વોત્તર ભારતના આ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ(Delta Plus variant)ના 90થી વધુ કેસ નોંધાયા છે.