નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો (India Corona Update) કહેર હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. લગભગ એક મહિના બાદ સતત બીજા દિવસે કોરોનાના 1 લાખથી ઓછા નવા કેસ (Corona New Cases) નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 58,077 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ, 657 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે.
દેશમાં સંક્રમિતોની સંખ્યા 4.24 કરોડને પાર
ગુરુવારે, છેલ્લા એક દિવસમાં દેશમાં કોવિડ 19 ના 67,084 નવા (Corona Pandemic In India) કેસ નોંધાયા પછી, દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,24,78,060 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 7,90,789 થઈ ગઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં 5,06,520 લોકોના મૃત્યુ
ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં કોવિડ -19 થી વધુ 1,241 લોકોના મૃત્યુ પછી, સંક્રમણને કારણે જીવ ગુમાવનાર લોકોની કુલ સંખ્યા વધીને 5,06,520 થઈ ગઈ છે. હાલમાં દેશમાં 7,90,789 કોરોના વાયરસના સંક્રમણ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જે સંક્રમણના કુલ કેસના 1.86 ટકા છે.
આ પણ વાંચોઃ Corona Expenses in Bhavnagar : કોરોનાકાળના 3 વર્ષમાં મહાનગરપાલિકાએ કરેલો ખર્ચ જાણવા કરો ક્લિક