- દેશમાં 24 કલાકમાં 51,667 કેસ નોંધાયા
- 64,527 દર્દીઓ ડિસચાર્જ થયા
- 60,73,912 લોકોએ રસી લીધી
હૈદરાબાદ: ભારત(India)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 51,667 નવા કેસ આવ્યા પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,01,34,445 થઈ ગઈ છે. 1,329 નવા મૃત્યુ પછી, કુલ મૃત્યુ સંખ્યા 3,93,310 પર પહોંચી ગઈ છે. 64,527 ડિસચાર્જ પછી, ડિસચાર્જની કુલ સંખ્યા 2,91,28,267 હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 6,12,868 છે.
આ પણ વાંચો : Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 129 પોઝિટિવ કેસ, 2 દર્દીના થયા મૃત્યુ
કોરોના રસીકરણ
છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાઇરસની 60,73,912 રસી આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 30,79,48,744 હતો. ગઈકાલે, ભારતમાં કોરોના વાયરસ માટે 17,35,781 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 39,95,68,448 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.