ETV Bharat / bharat

ભારત અને પાકિસ્તાન પરમાણુ સ્થાપનોની યાદી આપ-લે કરી - india pakistan relations

ભારત અને પાકિસ્તાને પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલાના પ્રતિબંધ પરના કરાર હેઠળ આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનોની એક-બીજાને સૂચિ પ્રદાન કરી(India and Pakistan exchange list of Nuclear) હતી.

Etv BharatIndia and Pakistan exchange list of Nuclear Installations

author img

By

Published : Jan 1, 2023, 7:35 PM IST

દિલ્હી : ભારત અને પાકિસ્તાને રવિવારે 32 વર્ષની પરંપરાને ચાલુ રાખીને દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપલે કરી (India and Pakistan exchange list of Nuclear)હતી. આ સમજૂતી હેઠળ બંને પક્ષોને એકબીજાના પરમાણુ કેન્દ્રો પર હુમલો કરવાની મનાઈ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પરમાણુ સ્થાપનો અને કેન્દ્રો સામે હુમલાના નિષેધ સંમેલનની જોગવાઈઓ હેઠળ સૂચિની આપ-લે કરવામાં આવી હતી.

દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપલે: આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારી માધ્યમો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલો દ્વારા પરમાણુ સંસ્થાઓ અને કેન્દ્રોની યાદીની આપલે કરી હતી. આ સંસ્થાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને કેન્દ્રો સામે હુમલાના પ્રતિબંધ પરના કરારના દાયરામાં આવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને કેન્દ્રો: પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશોએ રવિવારે પોતપોતાના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી હતી જેના પર યુદ્ધની સ્થિતિમાં પણ હુમલો ન કરી શકાય. "સમજૂતી હેઠળ પાકિસ્તાનમાં પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની સૂચિ ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિ દ્વારા રવિવારે સત્તાવાર રીતે વિદેશ મંત્રાલયને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાને તેમની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપ-લે કરી

વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર: ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રતિનિધિને પણ આવી યાદી સોંપી છે. આ કરાર પર 31 ડિસેમ્બર 1988ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને 27 જાન્યુઆરી 1991ના રોજ અમલમાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે સમજૂતી હેઠળ ભારત અને પાકિસ્તાન માટે દર વર્ષે 1 જાન્યુઆરીએ એકબીજાના પરમાણુ સ્થાપનો અને કેન્દ્રોની માહિતી આપવી ફરજિયાત છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની બોર્ડર પરથી ભારતમાં ઘૂસણખોરી કરતો શખ્સ ઝડપાયો

બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે આ યાદીની આપ-લે: મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીની આ સતત 32મી અદલાબદલી છે. પહેલીવાર આવું 1 જાન્યુઆરી, 1992ના રોજ કરવામાં આવ્યું હતું. કાશ્મીર અને સીમાપાર આતંકવાદના મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે (india pakistan relations) આ યાદીની આપ-લે કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.